ન્યુયોર્ક અને ફ્રાન્સમાં ઓમિક્રોનના કેસો નોધાતા સરકારો ચિંતિત

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ન્યુયોર્ક શહેરમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના પાંચ કેસો નોંધાયા હતા. ત્યારબાદ ઓમિક્રોનના કેસો ભારત,જાપાન,સાઉદી અરબ,મલેશિયા,સિંગાપોર અને દક્ષિણ કોરિયામાં નોંધાયા છે. જેમાં દર કલાકે ઓમિક્રોનના નવા કેસો વધી રહ્યા છે. એક સપ્તાહ પૂર્વે દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાયો હતો તે આજે ભારત સહિત 24 દેશોમાં પ્રસરી ગયો છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ એશિયા-પેસેફિક વિસ્તારમાં આવેલા દેશોને આરોગ્ય સેવાઓ વધુ મજબૂત બનાવવાની અને લોકોનું રસીકરણ કરવા પર ભાર મુક્યો હતો. ન્યુયોર્કના ગવર્નર કેથી હોચુલે ન્યુયોર્કમાં ઓમિક્રોનના પાંચ કેસ નોંધાયા હોવાનું જણાવ્યું હતું. જેમાં એક સુફોક કાઉન્ટીમાંથી,બે ક્વિન્સમાંથી,એક બ્રૂકલિનમાંથી અને એક પ્રવાસી ઓમિક્રોનનો દર્દી હોવાનું જણાયું છે. આ સિવાય ડેનવરમાં એક મહિલા આફ્રિકાનો પ્રવાસ કરીને પાછી આવી હતી તેને ઓમિક્રોનનો ચેપ લાગ્યો હતો. કેનેડાના ઓન્ટારિયો પ્રાંતમાં ઓમિક્રોનના પાંચ કેસ નોંધાયા છે. કોરોનાના કેસો વધવાને પગલે ઓન્ટારિયોમાં જેમની વય 50 વર્ષ કરતાં વધુ હોય તેમને બૂસ્ટર ડોઝ આપવા માટે પાત્ર ગણવામાં આવ્યા છે. ઓન્ટારિયોમાં 70 વર્ષના 20 ટકા કરતાં વધુ લોકોને બૂસ્ટર ડોઝ આપવામાં આવ્યો છે. જેમણે કોરોનાની રસીનો બીજો ડોઝ લીધો હોય તેમને છ મહિના બાદ બૂસ્ટર ડોઝ આપવામાં આવે છે. બ્રાઝિલમાં ઓમિક્રોનના બે નવા કેસો સાથે કુલ કેસોની સંખ્યા વધીને પાંચ થઇ છે. બીજા આઠ કેસોની હજી તપાસ કરવામાં આવી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.