
નવી મુંબઈમાં પાણીની તીવ્ર તંગી જોવા મળી
નવી મુંબઈ મહાપાલિકા અને એમઆઈડીસીના વહીવટને કારણે તુર્ભે એમઆઈડીસી,તુર્ભે સ્ટોર,ઈન્દિરાનગર,હનુમાનનગર, ગણેશ નગર,ચુના ભટ્ટી સહિતના વિસ્તારના લોકોએ તરસ્યા રહેવાનો વારો આવ્યો છે.જેમાં નવી મુંબઈના 1 લાખથી વધુ નાગરિકો છેલ્લા કેટલાક મહિનાઓથી પાણીની અનિયમિત સપ્લાયથી તેમજ તીવ્ર અછતથી પીડાઈ રહ્યા છે,તેવા સમયે વર્તમાનમા ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે પરિસ્થિતિ વધુ ગંભીર બની જવા પામી છે.આમ નવી મુંબઈ પાલિકા પાસે મોર્બે ડેમ હોવાથી નવી મુંબઈને 24 કલાક પાણી મળે છે,જ્યારે તેની પડોશના આવેલા પનવેલ,થાણે અને મુંબઈમાં પાણીની તંગી અનુભવાતી જોવા મળી રહી છે.આમ આ વિસ્તારના રહેવાસીઓની ફરિયાદ છે કે ઘણીવાર તેમને બે થી ત્રણ દિવસ સુધી પાણી નથી મળતું અને પાણી પૂરવઠો ક્યારે રાબેતા મુજબ થશે તેના વિશે કોઈ માહિતી આપવામાં નથી આવતી.