
ન્યૂ મેક્સિકોમાં યુવક દ્વારા ગોળીબાર કરાયો
અમેરિકાના ન્યૂ મેક્સિકો શહેરમાંથી ગોળીબારની ઘટના સામે આવી છે.જેમાં 18 વર્ષીય યુવકે ગોળીબાર કર્યો હતો જેમાં 3 લોકો માર્યા ગયા છે. અને બે પોલીસ અધિકારીઓ સહિત 6 લોકો ગંભીર રીતે ઘાયલ થઇ ગયા છે.જે ગોળીબાર ફોર કોર્નર વિસ્તારમાં થયો હતો.બીજીતરફ ઘટનાની જાણકારી મળતા પોલીસ સ્થળ પર પહોંચી ગઇ હતી અને હુમલાખોરને ઠાર માર્યો હતો.જેમાં હુમલાખોર પાસે ત્રણ હથિયારો હતા,જેમાં એઆર-સ્ટાઇલ રાઇફલ પણ સામેલ છે.થોડા સમય પહેલા ટેક્સાસના મોલમાં ગોળીબાર થયો હતો,જેમાં ઓછામાં ઓછા આઠ લોકો માર્યા ગયા હતા.જેમાં હુમલાખોર પણ માર્યો ગયો હતો.આ હુમલામાં સાત લોકો ઘવાયા હતા.