ભારતને હેરાન કરવાનું નવું ષડયંત્ર, પાકિસ્તાનના આતંકીઓનું ગ્રુપ અલ બદ્ર ચીનના અધિકારીઓને મળ્યું.

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ચીનની સેના જમ્મુ-કાશ્મીરમાં હિંસા ફેલાવવા માટે પાકિસ્તાનના આતંકી સંગઠન અલ બદ્રને સક્રિય કરવા માંગે છે. ન્યુઝ એજન્સી યુએનઆઈના રિપોર્ટ મુજબ અલ બદ્રના આતંકીઓનું ગ્રુપ તાજેતરમાં જ ચીનના અધિકારીઓને મળ્યું છે. આ મીટિંગ પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીર(ઁર્ંદ્ભ)માં થઈ છે.

મ્યાંમારના અરાકન આર્મીને ૯૫ ટકા ફન્ડિંગ ચીનમાંથીઃ રિપોર્ટ
ચીન પાકિસ્તાનના આતંકીઓને મદદ કરવા ઉપરાંત મ્યાંમારના વિદ્રોહી સંગઠન અરાકન આર્મીને પણ ફન્ડ અને હથિયાર સપ્લાઈ કરી રહ્યું છે. બેંગકોક સ્થિત મીડિયા કંપની લિકાસ ન્યુઝે સૂત્રોના હવાલાથી આ રિપોર્ટ આપ્યો છે. તે મુજબ અરાકન આર્મીને ૯૫ ટકા ફન્ડિંગ ચીનમાંથી આવી રહ્યું છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીન અરાકન આર્મી દ્વારા પશ્ચિમ મ્યાંમારના ભારત સાથે બોર્ડર ધરાવતા વિસ્તારમાં પોતાની દખલગીરી વધારવા માંગે છે. તે પશ્ચિમ એશિયામાં ભારતને નબળું કરવા માંગે છે, આ કારણે મ્યામારમાં ભારતના પ્રભાવને વધતો અટકાવવા માંગે છે.

ન્યુઝ એજન્સી યુએનઆઈના જણાવ્યા મુજબ પાકિસ્તાને POKમાં ગિલગિત-બાલિસ્તાન વિસ્તારમાં ૨૦ હજાર સૈનિકોને વધારી દીધા છે. તે ભારત-ચીનની વચ્ચેના વિવાદનો ફાયદો ઉઠાવવા માંગે છે. બીજી તરફ પાકિસ્તાન સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે. જમ્મુ-કાશ્મીરની પોલીસનું કહેવું છે કે પાકિસ્તાનમાંથી સતત આતંકીઓ ઘુસણખોરીની કોશિશ કરી રહ્યાં છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.