નવા સીડીએસ મ્યાનમાર થી બાલાકોટ સર્જીકલ સ્ટ્રાઈકના હિરો રહ્યા

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

જનરલ બિપીન રાવતના નિધનના 9 મહિના બાદ દેશને નવા સીડીએસ મળ્યા છે.ત્યારે સરકારે નવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના પદ પર નિવૃત લેફટીનેન્ટ જનરલ અનિલ ચૌહાણની નિયુક્તિ કરી છે.લેફટીનેન્ટ જનરલ ચૌહાણ મે 2021માં ઈસ્ટર્ન કમાન્ડ ચીફ તરીકે સેનામાંથી રિટાયર્ડ થયા હતા જેઓને સેનામાં કામ કરવાનો 40 વર્ષનો અનુભવ છે.સીડીએસનો ચાર્જ સંભાળનાર ચૌહાણ સામે ચીન સાથે જોડાયેલી સમસ્યાઓનો પડકાર છે. આમ કાશ્મીરથી નાગાલેન્ડમાં તૈનાત રહેલા લેફટીનન્ટ જનરલ અનિલ ચૌહાણનો જન્મ 18 મે 1961માં થયો હતો.જેઓ 1981માં આર્મીના 11 ગોરખા રાયફલ્સમાં સામેલ થયા હતા.તેઓ નેશનલ ડિફેન્સ એકેડેમી અર્થાત એનડીએ ખડકવાલા અને ઈન્ડીયન મિલીટરી એકેડેમી દહેરાદૂનના પુર્વ છાત્ર છે. મે 2021માં પોતાની નિવૃતિ સુધી ઈસ્ટર્ન કમાન્ડમાં ચીફ રહ્યા હતા.મેજર જનરલ તરીકે તેમણે નોર્થન કમાનમાં જમ્મુ-કાશ્મીરના બારામુલા સેકટરમાં એક ઈન્ફેન્ટ્રી ડિવિઝનની કમાન સંભાળી હતી બાદમાં લેફટીનન્ટ જનરલ તરીકે તેમણે નોર્થ-ઈસ્ટ કોરની કમાન સંભાળી હતી.ત્યારબાદ જનરલ ઓફીસર બન્યા હતા.સપ્ટેમ્બર 2019માં ઈસ્ટર્ન કમાનના ચીફ બન્યા અને નિવૃત થવા સુધી તેઓ આ પદ પર હતા.આ સિવાય તેઓ 2019માં બાલકોટ સ્ટ્રાઈક દરમિયાન ચૌહાણ મિલીટરી ઓપરેશનના ડાયરેકટર જનરલ અર્થાત ડીજીએમઓ હતા તેમણે સંયુક્ત રાષ્ટ્રના અંગોલા મિશનમાં પણ સેવા આપી હતી.આમ સેનામાં તેમની વિશિષ્ટ અને શાનદાર સેવા માટે તેમને પરમ વિશિષ્ટ સેવા મેડલ,ઉતમ યુદ્ધ સેવા મેડલ,અતિ વિશિષ્ટ સેવા મેડલ,સેના મેડલ અને વિશિષ્ટ સેવામેડલથી સન્માનીત કરવામાં આવ્યા હતા.દેશના નવા સીડીએસ તરીકે સુકાન સંભાળનાર જનરલ અનિલ ચૌહાણે પોતાના પિતા સુરેન્દ્રસિંહ ચૌહાણ સાથે નેશનલ વોર મેમોરીયલ દિલ્હી ખાતે શહીદવીરોને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.