મુંબઇ નજીક રૂ. 1725 કરોડનું હેરોઇન જપ્ત

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

મુંબઇ : મુંબઇ નજીક ઉરણમાં ન્હાવાશેવા બંદરે દિલ્હી પોલીસની સ્પેશિયલ ટીમે દરોડા પાડી કન્ટેનરમાંથી અંદાજે ૧૭૨૫ કરોડ રૃપિયાની કિંમતનો ૩૪૫ કિગ્રા હેરોઇનનો જંગી જથ્થો કબજે કરતા ચકચાર મચી હતી. દિલ્હી પોલીસની અત્યાર સુધીની આ સૌથી મોટી કાર્યવાહી માનવામાં આવે છે.

થોડા દિવસ અગાઉ અફઘાનિસ્તાનના બે નાગરિકની ધરપકડ બાદ આ કન્ટેનરની માહિતી મળી હતી. પોલીસની કાર્યવાહી દરમિયાન બાવીસ ટનથી વધુ હેરોઇન મળી આવ્યું હતું.

દિલ્હી પોલીસે ગત ત્રીજી સપ્ટેમ્બરે કાલિંદી કુંજ પરિસરમાંથી અફઘાનિસ્તાનના નાગરિકો મુસ્તફા સ્ટાનિક્ઝાઈ તતા રહિમુલ્લા રહિમીને પકડયા હતા. તેમણે પૂછપરછ દરમિયાન નશીલા પદાર્થની માહિતી આપી હતી . તેમણે આપેલી માહિતીના આધારે જેના આધારે ગ્રેટર નોએડા અને લખનઉમાંથી રૃા. ૧૨૦૦ કરોડનું ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું હતું.તેમાં ૩૧૨ કિગ્રા મેથામ્ફેટામાઈન તથા ૧૦ કિગ્રા ઉચ્ચ ગુણવત્તાના અફઘાની હેરોઈનનો સમાવેશ થતો હતો.

ત્યારબાદબંનેએ વધુ ચોંકાવનારી કબૂલાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે મુંબઈ નજીક ન્હાવાશેવા બંદરે કન્ટેનરમાં હેરોઇન સંઘરવામાં આવ્યું છે. દિલ્હી પોલીસની વિશેષ ટીમ બંને આરોપીઓને લઇને ન્હાવાશેવા બંદરે આવી હતી. અહીં કન્ટેનરમાં લિકોરાઇસ કોટેડ બાવીસ ટન હેરોઇન મળ્યું હતું. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં એની કિંમત આશરે રૃા. ૧૭૨૫ કરોડ છે. આ કન્ટેનર માં લિકોરાઈસની ૧૭ બેગમાં હેરોઈન લપેટવામાં આવ્યું હતું. એક કિગ્રા લિકોરાઈસ સાથે ૩૫૦થી ૪૦૦ ગ્રામ હેરોઈન લપેટવામાં આવ્યું હતું. સમગ્ર કન્સાઈનમેન્ટનું કુલ વજન ૨૦,૦૦૦ કિલો ગ્રામ હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.