
રાષ્ટ્રીય રક્ષા યુનિ દ્વારા અગ્નિવીરો અંગે વિશેષ કોર્ષ તૈયાર કરવામા આવશે
અગ્નિપથ યોજનાની જાહેરાત બાદ સેનામાં જોડાનારા અગ્નિવીરોના ભવિષ્યને લઇને વિવાદ થયો છે.ત્યારે અગ્નિવીરો માટે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી દ્વારા વિશેષ અભ્યાસક્રમ શરૂ કરવામા આવશે,જેમાં અગ્નિવીરો તેમની 4 વર્ષની ફરજ દરમિયાન અભ્યાસ કરી શકે તેવુ આયોજન કરવામાં આવશે,એટલું જ નહી ચાર વર્ષની ફરજ બાદ રક્ષા યુનિવર્સિટીના અભ્યાસક્રમને પ્રમાણપત્રને આધારે સેના અને ખાનગી ક્ષેત્રમાં રોજગારીની તકો વધી શકે છે.
કેન્દ્ર સરકારે યુવાઓમાં રોજગારીનું સર્જન થાય અને સેનામાં જોડાવવાની તક મળે તે માટે અગ્નિપથ યોજના હેઠળ સેનામાં અગ્નિવીરોની ભરતી કરવાનું નક્કી કરવાનું નક્કી કર્યું છે.અગ્નિપથ યોજનાનો દેશમાં કેટલાંક લોકો દ્વારા વિરોધ કરાયો છે.જેમાં ચાર વર્ષની ફરજ બાદ તેમના અભ્યાસક્રમ કે ભવિષ્યમાં નોકરીને લઇને અનેક સવાલો ઉભા થયા છે.ત્યારે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી દ્વારા અગ્નિવીરો માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે.જે અંગે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરે જણાવ્યું છે કે સેનામાં જોડાનાર અગ્નિવીરો ફરજ દરમિયાન અભ્યાસ કરી શકે તે માટે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અભ્યાસક્રમ તૈયાર કરશે.જેમાં તેમને ઓનલાઇન કે મહિનામાં ચોક્કસ દિવસો દરમિયાન નજીકના સેન્ટરમાં અભ્યાસ થઇ શકે તેવું આયોજન કરાશે આ માટે કેન્દ્ર સરકારની મદદથી જે રાજ્યમાં તેમના ફરજની જગ્યા હશે તેની નજીક સેન્ટર તૈયાર કરાશે.જેમા ફરજ પૂર્ણ થયા બાદ ખાનગી ક્ષેત્રમાં નોકરીની તકો મળશે.