નાસાની મૂન ટુ માર્સ યોજના શરૂ કરવામાં આવી

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

અમેરિકાની અંતરીક્ષ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશને તેના વર્ષ 2035મા મૂન ટુ માર્સ પ્રોજેક્ટ માટે જરૂરી તમામ ટેકનિકલ તૈયારી શરૂ કરી દીધી છે.ત્યારે તેની તૈયારીના ભાગરૂપે ચાર સ્વયંસેવકો 2023ના જૂનની શરૂઆતમા નાસાના હ્યુસ્ટનમાં આવેલા જ્હોન્સન સ્પેસ સેન્ટરમાં બનાવવામાં આવેલા વિશાળ માર્સ ડયુન આલ્ફા નામના હેન્ગરમાં પ્રવેશ કરશે.નાસાએ આ ચારેય સ્વયંસેવકોને ફોર માર્શિયન્સ એવું નામ આપ્યું છે.માર્સ ડયુન આલ્ફા 1700 ચોરસ ફૂટના વિશાળ પરિસરમાં ફેલાયેલુ છે.આમ નાસા પૃથ્વી બહાર પ્રથમવાર માનવ વસાહત બનાવશે અને એજ માનવ વસાહતના આધારે 2035ના અંત સુધીમાં સૌરમંડળના લાલ રંગી ગ્રહ મંગળ પર જશે.એક વર્ષ દરમિયાન ચારેય સ્વયંસકવકોએ લાંબાસમય સુધી અંતરીક્ષમાં કેમ રહેવું,સ્પેસ વોક કઇ રીતે કરવું,શારીરિક-માનસિક તંદુરસ્તી જાળવવા માટે કઇ કઇ કસરત કરવી,કયો અને કેટલો આહાર લેવો,કેટલો સમય નિદ્રા લેવી,સમયની ગણતરી કરવી વગેરે જેવી સઘન તાલીમ આપવામાં આવશે.આમ 5.72 કરોડ અમેરિકન ડોલરના ખર્ચે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર 2027ના અંત સુધીમાં માનવ વસાહત બનાવવા જરૂરી સાધનસામગ્રી મોકલવા નાસાના વિજ્ઞાનીઓ અને એન્જિનિયરો પૃથ્વી પરથી ખાસ પ્રકારનાં રોકેટ્સનો ઉપયોગ નહીં કરે.પરંતુ ચંદ્રના ખડકોનો,ધૂળનો અને તેની માટીનો જ ઉપયોગ કરશે.આ સિવાય ખડકોને ઓગાળવા માટે લેસર કિરણોનો અથવા માઇક્રોવેવ્ઝનો ઉપયોગ કરશે.ચંદ્ર પર માનવ વસાહત બનાવવામા ચંદ્રનું અતિ પાતળું પડી ગયેલું ગુરુત્વાકર્ષણ બળ,મૂનક્વેક્સ,દક્ષિણ ધ્રુવ પરના અતિ વિષમ તાપમાન સહિતના પડકારરૂપ કુદરતી પરિબળોને પણ ધ્યાનમાં લેવાંમાં આવશે.નાસાની યોજના મુજબ ચંદ્ર પર પૃથ્વીનાં માનવીને રહેવાનાં ખાસ પ્રકારનાં ક્વાટર્સ,રસ્તા,બગીચા,વીજળીમથક,વીજળી પ્રકાશ,ગ્રીનહાઉસીસ,અવકાશયાન ઉતરવા માટેનું લોન્ચપેડ સહિતની ઉત્તમ પ્રકારની સુવિધાઓ હશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.