નાસાએ પ્રથમવખત એર ટેકસીનું પરિક્ષણ કર્યું

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

અમેરીકી અંતરિક્ષ એજન્સી નાસાએ પ્રથમ વખત ઈવીટીઓએલ વિમાનનું પરિક્ષણ કર્યુ છે. નાસાએ તેના એડવાન્સ એર મોબીલીટી મિશનના ભાગરૂપે આ ઉડાન પરિક્ષણ કર્યું છે. જોલી એવિએશને આ કારનું નામ ઈવીટીઓએલ એટલે કે ઓલ ઈલેકટ્રીક ટેક ઓફ એન્ડ લેન્ડીંગ એરક્રાફટ રાખ્યું છે. આ કારને નાસાના નેશનલ એડવાન્સડ એર મોબીલીટી કેમ્પેન હેઠળ વિકસાવવામં આવી છે. જે ટ્રાયલ આગામી 10 સપ્ટેમ્બર 2021 સુધી ચાલુ રહેશે. આ પરિક્ષણ કેલીફોર્નીયામાં કાર્યરત છે. ઈવીટીઓએસ એરક્રાફટને એરટેકસી તરીકે ઉડાવવામાં આવશે. જેમા ઘણી સુવિધાઓ છે. આ વિમાન 90 ડીગ્રી પર ઉતરી શકે છે અને ટેકઓફ કરી શકે છે. જે આવનારા વર્ષ 2024 સુધીમાં લોંચ કરી શકાય તેમ છે અને તેની શરૂઆત 1 સપ્ટેમ્બરથી થઈ છે અને 10 સપ્ટેમ્બરે ફાઈનલ ટેસ્ટ બાદ તેના પર મહોર મારવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.