નાસાએ રોકેટને મંગળ ગ્રહ પર પહોંચાડવા પ્લાન બનાવ્યો

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

અમેરિકા 45 દિવસમાં મંગળ ગ્રહ પર પહોંચી જશે.જેમાં વર્તમાનમાં મંગળ ગ્રહ પર રોકેટને પહોંચવામાં એક વર્ષનો સમય લાગે છે. પરંતુ નાસાએ માત્ર 45 દિવસમાં સ્પેસક્રાફ્ટ અથવા માનવને મંગળ સુધી પહોંચાડતા પરમાણુ ઈંધણથી ઉડતા રોકેટ બનાવવાની યોજના બનાવી છે.જેમાં બે સિસ્ટમ છે.જેમાં પ્રથમ ન્યૂક્લિયર થર્મલ પ્રોગ્રામ જ્યારે બીજી ન્યૂક્લિયર ઈલેક્ટ્રિક પ્રોગ્રામ.આ બંને પ્રોગ્રામ એવા છે જે ગણિત મુજબ 100 દિવસમાં ધરતીથી મંગળ સુધી જઈ શકશે.ત્યારે ભવિષ્યમાં આ અંતરને ઘટાડી 45 દિવસ કરી શકાય છે.આ યોજના માટે નાસાએ નવો પ્રોગ્રામ શરૂ કર્યો છે,જેનું નામ નાસા ઈનોવેટિવ એડવાંસ્ડ કોન્સેપ્ટ રાખવામાં આવ્યું છે.આ પ્રોગ્રામના પ્રથમ તબક્કામાં નાસા ન્યૂક્લિયર રોકેટ બનાવશે.જે વેવ રોટર ટોપિંગ સાઈકલની મદદથી ચાલતા ન્યૂક્લિયર પાવર્ડ રોકેટ બનાવશે,જે 45 દિવસમાં મંગળ સુધી પહોંચી જશે.યૂનિવર્સિટી ઓફ ફ્લોરિડામાં હાઈપરસોનિક્સ પ્રોગ્રામ એરિયાના વડા પ્રો.રયાન ગોસે જણાવ્યુ હતું કે જો આ યોજના સફલ થશે તો તે અવકાશ મિશનની દુનિયામાં ચમત્કાર હશે. જોકે આ રોકેટ બનાવવામાં ઘણુ મગજ વાપરવું પડશે અને ટેકનોલોજી અને નાણાંની પણ જરૂર પડશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.