નાનકો ૭ લાશ વચ્ચે ફસાયો હતો, મોટા ભાઈએ બે દિવસ સુધી શોધ્યો

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

નવી દિલ્હી, ઓડિશાના બાલાસોરમાં થયેલ ભીષણ ટ્રેન અકસ્માતમાં ૨૭૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. તેમજ ૧,૦૦૦થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ ગંભીર રેલ્વે દુર્ઘટનાને કારણે સમગ્ર દેશ શોકમાં ડૂબેલ છે. આ ઘટનાસ્થળની તસવીર ખૂબ જ ડરામણી હતી. ૫૧ કલાક પછી ટ્રેક પર અવર જવર શરૂ થઈ છે. આ દુર્ઘટનામાં અનેક જિંદગી એવી પણ હતી, જેમની કહાની ખૂબ જ માર્મિક છે. ૧૦ વર્ષીય બાળકની આવી જ એક કહાની છે, જેનો જીવ ખૂબ જ મુશ્કેલીથી બચી શકયો છે.

બાલાસોરમાં ભોગરઈના ૧૦ વર્ષીય દેબાશીષ પાત્રા રેલ્વે દુર્ઘટનામાં સાત શબ વચ્ચે ફસાઈ ગયો હતો. બાળકના માથા અને ચહેરા પર અનેક ઈજાઓ થઈ છે. આ બાળકના મોટા ભાઈએ શનિવારે ગ્રામજનોની મદદથી તેના ભાઈને બચાવી લીધો હતો. ધોરણ પાંચમાં અભ્યાસ કરતા દેબાશીષનો એસસીબી મેડિકલ કોલેજ અને હોસ્પિટલના સર્જરી વિભાગમાં ઈલાજ ચાલી રહ્યો છે. ૧૦ વર્ષીય દેબાશીષ પાત્રા શુક્રવારના રોજ કોરોમંડલ એક્સપ્રેસથી પરિવારના સભ્યો સાથે ભદ્રક જઈ રહ્યો હતો.

દેબાશીષ પાત્રાએ જણાવ્યું છે કે, ‘મારા પિતાએ ભદ્રક માટે કોરોમંડલ એક્સપ્રેસમાં ટિકીટ બુક કરાવી હતી, જ્યાં કાકા અને કાકી અમને લેવા માટે રાહ જોઈ રહ્યા હતા. અમે પુરી જવાનું પ્લાનિંગ કર્યું હતું. મારા પિતા, મમ્મી અને મોટા ભાઈએ આ પ્લાનિંગ કર્યું હતું અને અમે બધા સાથે જઈ રહ્યા હતા. દેબાશીષ પાત્રા વધુમાં જણાવે છે કે, ‘શુક્રવારે સાંજે બાલાસોરથી ટ્રેન નીકળી ગયા પછી હું મારી મમ્મીની બાજુમાં બેઠો હતો અને અચાનક જોરથી અવાજ લાગ્યો. ત્યાર પછી ખૂબ જ જોરથી ઝટકો લાગ્યો અને અંધારું થઈ ગયું.

હું ભાન ગુમાવી બેઠો. આંખો ખુલી ત્યારે મને ખૂબ જ દુઃખાવો થઈ રહ્યો હતો અને લાશોની વચ્ચે ફસાઈ ગયો હતો.’ દેબાશીષ પાત્રાનો મોટો ભાઈ સુભાશીષ પાત્રા ધોરણ ૧૦માં અભ્યાસ કરે છે અને અંધારામાં તેને શોધી રહ્યો હતો. વર્ષ ૨૦૧૭-૧૮ અને ૨૦૨૦-૨૧ દરમિયાન દેશભરમાં ૨૧૭ રેલ્વે દુર્ઘટના સર્જાઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું છે કે, આ દુર્ઘટનામાં જે પણ દોષિત હશે તેને બક્ષવામાં આવશે નહીં.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.