
એન.સી.પી અધ્યક્ષ શરદ પવારે રાજીનામું પાછું ખેંચ્યું
એનસીપીની કમિટીએ શરદ પવારના રાજીનામાને નામંજૂર કરી દેતાં તેઓ અધ્યક્ષ પદે યથાવત રહેશે.શરદ પવારને અધ્યક્ષ બનાવી રાખવાના પ્રસ્તાવને પણ મંજૂરી મળી ગઈ છે.શરદ પવારે એનસીપીના અધ્યક્ષ પદેથી રાજીનામાની જાહેરાત કરી હતી અને તે બાદથી મહારાષ્ટ્રના રાજકારણમાં ચર્ચા જગાવી હતી.ત્યારે આ અંગેની બેઠકમાં પ્રફુલ્લ પટેલે પ્રસ્તાવ રજૂ કર્યો હતો.ત્યારે એનસીપીની ઓફિસ બહાર એનસીપીના કાર્યકરો દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે.