ટૂંક સમયમાં સસ્તુ થઈ જશે સરસવનું તેલ, જાણો તેની પાછળનું શું છે કારણ

Business
Business

દેશભરમાં હવે સરસવનું તેલ સસ્તુ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. FSSAIએ દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરેલા એફિડેવિટનો હવાલો આપતા સરસવના તેલ પર બ્લેંડિંગની રોક હટાવાની વાત કહી છે. અહીં ઉલ્લેખનીય છે કે, ઓક્ટોબરમાં સરકારે બ્લેડિંગ કરવા પર રોક લગાવી દીધી હતી. જે બાદ ઓક્ટોબરમાં સરસવના તેલના ભાવ વધવાના શરૂ થઈ ગયા હતા.

આજે દેશભરમાં સરસવનું તેલ 150થી 190 રૂપિયા કિલો સુધી વેચાઈ રહ્યુ છે. બ્લેડિંગ પર રોક લગાવ્યા બાદ અમુક તેલ કંપનીવાળાએ દિલ્હી હાઈકોર્ટમાં ગયા હતા. આખિલ ભારતીય ખાદ્ય તેલ વેપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરનું કહેવુ છે કે, હાલમાં કોર્ટ તરફથી આ પ્રકારની જાણકારી મળી છે. ત્યારે હવે આશા છે કે, બ્લેડિંગ શરૂ થયા બાદ સરસવના તેલના ભાવ નીચે આવી જશે.

તેલમાં થતાં મિશ્રણની પ્રક્રિયાને બ્લેડિંગ કહેવાય છે. ફૂડ ઈંસ્પેક્ટર નિવૃત કેસી ગુપ્તા જણાવે છે કે, એક નિશ્ચિત માત્રા અંતર્ગત સરસવનું તેલમાં મિલાવટ થયા બાદ અન્ય તેલમાં તેની ભેળવણી કરવાની પ્રક્રિયાને બ્લેડિંગ કહેવાય છે. અત્યાર સુધીમાં સરસવના તેલમાં 20 ટકા બ્લેડીંગ થતી હતી. પણ સરકારે તેના પર રોક લગાવી દીધી હતી.

તેની પાછળ સરકારનો તર્ક હતો કે, પ્યોર સરસવનું વેચાણ થશે તો તેની માગ પણ વધશે. બીજૂ કે, ભેળસેળની આડમાં કેટલાય લોકો તેનો ગોરખધંધો પણ ચલાવે છે. જો કે, હવે પ્યોર સરસવનું જ તેલ મળશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.