મુંબઇ,થાણે અને પાલઘરમાં આગામી 6, 7 ઓગસ્ટે યલો એલર્ટ અપાયું

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

હવામાન ખાતાએ મુંબઇ સહિત મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં મેઘરાજાની સવારી ફરીથી આવી રહી છે તેવી આગાહી કરી છે.ત્યારે આજે વહેલી સવારે મુંબઇનાં પૂર્વ અને પશ્ચિમનાં પરામાં વરસાદી માહોલ સર્જાયો હતો. ત્યારે હવામાન ખાતાએ આગામી ૪,૫,૬,૭ ઓગસ્ટ દરમિયાન કોંકણ , મધ્ય મહારાષ્ટ્ર,મરાઠવાડા,વિદર્ભમા ભારેથી અતિભારે વરસાદ વરસે તેવાં કુદરતી પરિબળો ઘુમરાઇ રહ્યાં છે તેવું જણાવ્યું હતું.આ સિવાય ૪,૫,૬,૭ ઓગસ્ટ દરમિયાન કોંકણનાં રાયગઢ,રત્નાગિરિ,સિંધુદુર્ગમાં ભારેથી અતિભારે વર્ષા(યલો-ઓરેન્જ એલર્ટ),મધ્ય મહારાષ્ટ્રનાં નાશિક,પુણે,જળગાંવ,અહમદનગર,કોલ્હાપુર, સતારામા મુશળધાર વર્ષા (યલો એલર્ટ),મરાઠવાડાનાં જાલના, પરભણી, બીડ,હિંગોળી,લાતુર, નાંદેડમાં અને વિદર્ભનાં અકોલા, અમરાવતી, ભંડારા, બુલઢાણા, ચંદ્રપુર, ગઢચિરોળી, નાગપુર, વર્ધા, વાશીમ, યવતમાળમા ભારે વરસાદ વરસે તેવાં કુદરતી પરિબળો સર્જાઈ રહ્યાં છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.