
મુંબઈ દેશનું સૌથી ભૂલક્કડ શહેર, ઉબરમાં આ વસ્તુઓ સૌથી વધુ ભૂલે છે ભારતીયો
ટેક્સી એગ્રીગેટર ઉબરે તેના લોસ્ટ એન્ડ ફાઉન્ડ ઈન્ડેક્સની 2022 આવૃત્તિ બહાર પાડી છે. આ હિસાબે ઉબરમાં મુસાફરી કરતા મુસાફરોના સંદર્ભમાં મુંબઈ દેશનું સૌથી ભુલક્કડ શહેર છે. દિલ્હી-એનસીઆર બીજા અને ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌ ત્રીજા નંબરે છે. પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતા સૌથી વધુ ભુલતા શહેરોની યાદીમાં ચોથા નંબર પર છે. આ ઇન્ડેક્સ મુજબ લોકો ઘેવર મીઠાઈ, વાંસળી, આધાર કાર્ડ, બાય હેન્ડલ, ક્રિકેટ બેટ, સ્પાઈક ગાર્ડ્સ અને કોલેજ સર્ટિફિકેટ જેવી અનન્ય વસ્તુઓ વાહનમાં ભૂલી જાય છે.
ઉબરમાં છૂટી જતી ટોચની 10 વસ્તુઓ
છેલ્લા એક વર્ષમાં દેશભરમાં ઉબરની ગાડીઓમાં જે ચીજો સૌથી વધુ છૂટી છે તેમાં ફોન, સ્પીકર્સ, હેડફોન, વોલેટ અને બેગ છે. આ પછી ગ્રોસરીઝ, થર્મોસ, પાણીની બોટલ અને ફોન ચાર્જરનો નંબર આવે છે. કારમાં સામાન્ય રીતે છૂટી જતી ટોચની દસ વસ્તુઓ વિશે વાત કરીએ તો, તેમાં ફોન, કેમેરા, લેપટોપ, બેગ, વોલેટ, સ્પીકર્સ, કરિયાણા, રોકડ, પાણીની બોટલ અને હેડફોનનો સમાવેશ થાય છે.
25 માર્ચે સૌથી વધુ લોકો સામાન ભૂલ્યા
આ ઇન્ડેક્સ એ દિવસોનો પણ ઉલ્લેખ કરે છે જ્યારે એક વર્ષમાં સૌથી વધુ લોકો કારમાં તેમનો સામાન ભૂલી ગયા હતા. તેમાં 25 માર્ચ, 24 માર્ચ, 30 માર્ચ, 31 માર્ચ અને 17 માર્ચે મોટાભાગના લોકોનો સામાન ઉબર કારમાં ખોવાઈ ગયો હતો. લોકોએ રવિવારે સૌથી વધુ કપડાં, બુધવારે લેપટોપ અને સોમવાર અને શુક્રવારે હેડફોન અને સ્પીકર ગુમાવ્યા. બપોરના એક વાગ્યાથી બપોરના ત્રણ વાગ્યાની વચ્ચે સામાન ભૂલી જવાના મોટાભાગના કિસ્સા જોવા મળ્યા હતા.
Tags luggage in Uber