મુંબઈ યુનિવર્સિટીએ આગામી 20મીથી કોલેજો શરૂ કરવા આદેશ બહાર પાડયો

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

દોઢ વર્ષથી વધુના સમયગાળાથી બંધ રહેલી મુંબઈની ડિગ્રી કોલેજો ફરી શરૂ થવા જઈ રહી છે. ત્યારે મુંબઈ યુનિવર્સિટીએ આ બાબતે પરિપત્ર જાહેર કરી તેના અધિકાર ક્ષેત્ર અંતર્ગતની તમામ કોલેજોમાં નિયમિત ક્લાસ શરૂ કરવા બાબતે કાર્યવાહી કરવાનો આદેશ કોલેજો-શૈક્ષણિક સંસ્થાઓને આપ્યો છે. આ સાથે મુંબઈ યુનિવર્સિટીએ માર્ગદર્શિકા પણ બહાર પાડી છે. જેના અંતર્ગત મુંબઈમાં ધો.8 થી 12ની સ્કૂલ તથા કોલેજો 4 ઓક્ટોબરથી શરૂ કરવાની પરવાનગી અપાયા બાદ ડિગ્રી કોલેજો ક્યારથી શરૂ થઈ રહી છે તેવો સતત પ્રશ્ન ઊઠી રહ્યો હતો. પરંતુ મુંબઈમાં લોકલ ટ્રેનના પ્રવાસની સુવિધાને અભાવે કોલેજો અને યુનિવર્સિટી ચોક્કસ નિર્ણય લઈ શકી નહોતી. ત્યારે રાજ્ય સરકારના ઉચ્ચ તંત્ર શિક્ષણ વિભાગે 20 ઓક્ટોબરથી રાજ્યની ડિગ્રી કોલેજો શરૂ કરવાનો આદેશ આપ્યો હતો. તેમાં સ્થાનિક પ્રશાસન સાથે ચર્ચા કરી યુનિવર્સિટીઓ કોલેજ શરૂ કરવા બાબતે નિર્ણય લેશે તેવું જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.