મુંબઈ હિટ એન્ડ રન કેસ : વરલીમાં લક્ઝરી કાર અથડાતાં મહિલા નું મોત

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

મુંબઈના વરલી વિસ્તારના એટ્રિયા મોલ પાસે વહેલી સવારે હિટ એન્ડ રનનો મામલો સામે આવ્યો હતો, મુંબઈના વરલી કોલીવાડામાં રહેતી 45 વર્ષીય કાવેરી નાખ્વા, તેના પતિ સાથે સવારી કરતી બાઇક સાથે લક્ઝરી કાર અથડાતાં તેનું મૃત્યુ થયું પરત ફરતી વખતે તેને એક BMW કારે પાછળથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ઘાયલ કાવેરીનું સારવાર દરમિયાન મોત થયું હતું, જ્યારે તેના પતિ પ્રદીપને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

કાર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. વરલી પોલીસે કહ્યું કે તેઓ ઘટનાની તપાસ કરી રહ્યા છે અને બે લોકો વિરુદ્ધ FIR નોંધી છે. ટૂંક સમયમાં આરોપી કાર ચાલકની ધરપકડ કરવામાં આવશે. પોલીસના જણાવ્યા અનુસાર, સ્કૂટર સવાર પતિ-પત્નીને પાછળથી ટક્કર મારનારી BMW કારને મિહિર શાહ નામનો યુવક ચલાવી રહ્યો હતો. તેમના પિતા પાલઘર જિલ્લામાં એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાના અધિકારી છે. મિહિરની બાજુની સીટ પર બીજો એક વ્યક્તિ બેઠો હતો, જે કદાચ તેનો ડ્રાઈવર હતો. મિહિર કાર ચલાવતો હતો.

અકસ્માત સ્થળ પરથી જે તસવીરો સામે આવી છે તેમાં, અકસ્માતમાં સામેલ સફેદ રંગની BMW કારના આગળના ભાગ પર ડેન્ટના નિશાન જોઈ શકાય છે, જ્યારે સ્કૂટી પાછળના ભાગથી ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત જોવા મળે છે. વરલી પોલીસના જણાવ્યા અનુસાર, શિવસેનાના નેતા રાજેશ શાહનો પુત્ર મિહિર તેજ ગતિએ કાર ચલાવી રહ્યો હતો અને તેણે પાછળથી સ્કૂટર પર સવાર માછીમાર દંપતીને ટક્કર મારી હતી, જેના કારણે બંને રસ્તા પર પડી ગયા હતા.

બંનેને ગંભીર ઈજાઓ થઈ હતી. તેને નજીકની નાયર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ મહિલાને મૃત જાહેર કરી. આ ઘટનામાં સંડોવાયેલી BMWને પોલીસે જપ્ત કરી લીધી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.