મુંબઇમાં પ્રથમ ડબલ ડેકર ઇ-બસ દોડતી થશે
મુંબઇમાં બેસ્ટ દ્વારા પ્રથમવાર ડબલ ડેકર ઇ-બસ દોડતી કરવામાં આવશે.જેમાં અત્યારસુધી બેસ્ટના કાફલામાં ડિઝલથી ચાલતી ડબલ ડેકર બસો હતી.જે બસો જૂની થવાથી અને ટ્રાફિક માટે સમસ્યારૂપ બનવાથી તબક્કાવાર ઓછી કરવામાં આવી હતી.ત્યારે બેસ્ટ દ્વારા ૯૦૦ ડબલ ડેકર ઇલેક્ટ્રિક બસો સામેલ કરવામાં આવશે.જે બસની પ્રોટોટાઇપ આવતા અઠવાડિયે આવી પહોંચશે.આમ બેસ્ટ દ્વારા ખાનગી કંપની પાસેથી ઇ-બસ ભાડેથી લેવામાં આવશે.આ બસ પ્રાયોગિક ધોરણે દોડતી કરવામાં આવશે.જે અંગે લોકોને કેવો પ્રતિસાદ મળે છે,ટ્રાફિકમાં મુશ્કેલી પડે છે કે નહી તેનો તાગ મેળવી બેસ્ટ દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં આવશે.