મુંબઇમાં બાળકોમાં વાઇરલ ચેપનું પ્રમાણ વધવા પામ્યું

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

મુંબઇ અને તેની આસપાસના વિસ્તારોમાં બાળકોમાં વાઇરલ ઇન્ફેક્શનનું પ્રમાણ વધ્યું છે.જેમા સામાન્ય વાઇરલ ઇન્ફેક્શનના કિસ્સામાં કફ અને તાવ બે દિવસમાં ઉતરી જાય છે પણ અમુક કિસ્સામાં ચેપ પખવાડિયા સુધી પરેશાન કરતો હોવાનું જણાઇ આવ્યું છે.ત્યારે શહેરની ખાનગી તેમજ જાહેર હોસ્પિટલોના ઓપીડીમાં બાળ દર્દીઓની સંખ્યામાં ૩૦ થી 40 ટકાનો વધારો થયો હોવાનુ જાણવા મળ્યું છે.જેમા 3 વર્ષથી ઓછી વયના બાળકોમાં સાઇનસાઇટીસની બિમારી તથા કોઇ એક અંગની અતિવૃદ્ધિની સમસ્યા જોવા મળી રહી છે.ત્યારે બાળકોને ભીડભાડવાળા વિસ્તારોમાં લઇ જવાનું ટાળવા તેમજ જાહેરમાં બાળકોને માસ્ક પહેરાવવાની ડોક્ટરો દ્વારા તાકીદ કરવામાં આવી છે.આમ સામાન્ય રીતે વર્ષના સમયગાળામાં બાળકોને વાઇરલ ચેપ લાગતો હોય છે પણ આ વખતે તેનું પ્રમાણ વધુ જોવા મળે છે.આમ બાળકો કોરોના મહામારી દરમ્યાન બે વર્ષ લોકડાઉનમાં રહ્યા હોવાથી તેઓ વાઇરસના સંસર્ગમાં આવ્યા નથી તેને કારણે આ વખતે તેઓમાં વાઇરલ ઇન્ફેક્શન વધુ જોવા મળે છે.કુદરતી વાતાવરણમાં વાઇરસના સંસર્ગમાં આવવાથી તેમનામાં રોગપ્રતિકારક શક્તિ આપોઆપ વિકસે છે.આ બાળકો શાળાઓમાં પાછાં ફર્યા હોઇ તેમને અનેક પ્રકારના વાઇરસના સંસર્ગમાં આવવાનું બને છે.જેથી તેઓ અચાનક માંદા પડી જતાં હોય તે શક્ય છે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.