મુંબઈમાં ઠંડા પવનો અને વરસાદી વાદળોથી હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

વર્તમાન સમયમાં વરસાદી માહોલ અને પવનની દિશાના પરિવર્તનને કારણે છેલ્લા બે દિવસથી મુંબઇમાં વહેલી સવારે ઠંડા પવનો ફૂંકાઇ રહ્યા છે. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી રહી છે.ત્યારે હવામાન ખાતાએ આગાહી આપી છે કે આવનારા ચાર દિવસ દરમિયાન કોંકણ,મુંબઇ,થાણે,પાલઘર,રાયગઢ,રત્નાગિરિ,સિંધુદુર્ગમાં હળવી વર્ષા થવાની સંભાવના જોવા મળી છે.ત્યારે આ સાથે મધ્ય મહારાષ્ટ્ર,મરાઠવાડા અને વિદર્ભના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાં વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે.આમ આવા પરિબળોની ઘેરી અસરથી મુંબઇ સહિત મહારાષ્ટ્રમાંથી વરસાદ મોડી વિદાય લે તેવી સંભાવના જોવા મળી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.