મુંબઈ- અમદાવાદ બુલેટ ટ્રેન માટે અંડરવોટર બોગદું બનાવાશે

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

દેશમાં પ્રથમવાર સમુદ્રની નીચેથી અંડરગ્રાઉન્ડ બુલેટ ટ્રેન દોડશે.જેના માટે દેશમાં પ્રથમવાર સમુદ્રમાં બોગદું તૈયાર કરવામાં આવશે.જેમાં મહારાષ્ટ્રના થાણેના શિળફાટા અને બીકેસી અંડરગ્રાઉન્ડ સ્ટેશન વચ્ચેના 21 કિલોમીટરના રૂટમાં 7 કિલોમીટરનો માર્ગ અંડરવોટર હશે.ત્યારે નેશનલ હાઈસ્પીડ રેલવે કોર્પોરેશને તે અંગેના ટેંડર મગાવ્યા છે.જે અંગે 12 જાન્યુઆરી 2023ના ટેંડર જારી કરવામાં આવશે અને 20 જાન્યુઆરી 2023ના ઉઘાડવામાં આવશે એ પછી પ્રક્રિયામાં ઝડપ આવશે.જેના માટે રાજ્યની 433.82 હેકટર જમીન જરૂરી છે અને અત્યારસુધી 414 હેકટર ભૂ-સંપાદન પૂરું થયું છે.આમ આ વિભાગના બોગદાને લાગીને આવેલા 37 ઠેકાણે 39 ઈન્સ્ટ્રુમેન્ટ રૂમ બાંધવામાં આવશે.બુલેટ ટ્રેનનું બાન્દરા-કુર્લા કોમ્પ્લેક્સ ખાતે અંડરગ્રાઉન્ડ સ્ટેશન થશે ત્યારે તેને બાંધવા માટે 1800 કરોડનો ખર્ચ અપેક્ષિત છે.આ સ્ટેશન 4.9 હેકટર જગ્યામાં બાંધવામાં આવશે.16 ડબ્બાની બુલેટ ટ્રેન ઊભી રાખવા 6 પ્લેટફોર્મ બાંધવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.