દેશમાં ત્રીજી લહેરમાં પ્રથમ વખત એક જ દિવસમાં 1.50 લાખથી વધુ કેસ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

દેશમાં કોરોના મહામારીની ત્રીજી લહેરમાં સંક્રમણનો આંકડા પ્રથમ વખત દોઢ લાખના આંકડાને વટાવી ગયો છે. 24 કલાકમાં સંક્રમણના 1 લાખ 59 હજાર 424 કેસ નોંધાયા છે અને 327 લોકોના મૃત્યુ થયા છે. જોકે 40,000થી વધુ લોકો સાજા થયા છે. જ્યારે રાજ્યની વાત કરવામાં આવે તો મહારાષ્ટ્ર(41,434), દિલ્હી(20,181) અને બંગાળ(18,802)માં સૌથી વધુ સંક્રમિત નોંધાયા છે. 10 રાજ્યોમાં જ 1.26 લાખથી વધુ લોકો સંક્રમિત થયા છે. સંસદના 402 જેટલા કર્મચારી સંક્રમિત થયા છે.

આ પહેલાં દેશમાં શુક્રવારે 141986 અને ગુરુવારે 1 લાખ 17 હજાર 100 નવા કેસ નોંધાયા હતા. દેશમાં અત્યારસુધીમાં 3.55 કરોડ લોકો મહામારીને પગલે સંક્રમિત થયા છે, જ્યારે સાજા થનારાઓનો આંકડો 3.44 કરોડ છે. દેશમાં હાલ કુલ એક્ટિવ કેસનો આંકડો 5 લાખ 83 હજાર 637 છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.