
કેરળમાં આગામી 48 કલાકમાં ચોમાસાનું આગમન થશે
સમગ્ર ભારતમાં છેલ્લા ઘણા સમયથી મોનસુનની રાહ જોવામાં આવી રહી હતી.ત્યારે હવે ચોમાસાની શરુઆત થશે.જેમાં ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 48 કલાકમાં કેરલમાં વિધિવત ચોમાસાનું આગમન થશે.ત્યારે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સામાન્ય રીતે કેરળમાં 1 જૂને બેસી જાય છેત્યારે ગત રવિવારના રોજ કેરળમાં ચોમાસુ બેસવાની ધારણા હતી,પરંતુ તેની શરુઆત થઈ શકી નહોતી.ત્યારે ભારતીય હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે ચોમાસાની શરુઆત માટે ત્રણ-ચાર દિવસ વધુ રાહ જોવી પડશે.