મોદી 4 ડિસેમ્બરે વીડિયો કોન્ફરન્સિંગથી મીટિંગ કરશે, કોરોનાની હાલની સ્થિતિ પર ચર્ચા કરશે

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

સરકારે કોરોનાના મુદ્દે 4 ડિસેમ્બરે એટલે કે શુક્રવારે સવારે 10.30 વાગ્યે ઓલ પાર્ટી મીટિંગ બોલાવી છે. વીડિયો કોન્ફરન્સિંગથી થનારી આ મીટિંગની અધ્યક્ષતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. ન્યુઝ એજન્સીના સૂત્રોના હવાલાથી આ માહિતી આપવામાં આવી છે. સરકારે કોરાના મુદ્દે બીજી વખત ઓલ પાર્ટી બેઠક બોલાવી છે.

મોદી કોરોનાની સ્થિતિની સાથે વેક્સીન ડેવલોપમેન્ટ પર સતત નજર રાખી રહ્યાં છે. તેમણે સોમવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જેનોવા બાયોફાર્મા, બાયોલોજિકલ ઈ અને ડો.રેડ્ડીઝની ટીમો સાથે ચર્ચા કરી. વડાપ્રધાને તેમને સલાહ આપી કે આમ લોકોને વેક્સીનની અસર જેવી વાતો વિશે સરળ શબ્દોમાં સમજાવવા માટે એકસ્ટ્રા અફર્ટ કરો. આ પહેલા શનિવારે પુનાના સીરમ ઈન્સ્ટીટયુટ, અમદાવાદના ઝાયડયસ બાયોટેક પાર્ક અને હૈદરાબાદના ભારત બાયોટેકની ફેસિલિટીની મુલાકાત કરી હતી.

દેશમાં કોરોનાથી અત્યાર સુધીમાં 94.32 લાખ લોકો સંક્રમિત થયા છે. જ્યારે 88.46 લાખ લાકો સાજા થઈ ચૂક્યા છે. જ્યારે 1.37 લાખ દર્દીઓના મોત થયા છે. રાજસ્થાનના પૂર્વ શિક્ષા મંત્રી અને રાજસમંદથી ભાજપના ધારાસભ્ય કિરણ માહેશ્વરી(59)નું રવિવારે મોડી રાતે નિધન થયું છે. તેમની સારવાર ગુડગાંવના મેદાંતા હોસ્પિટલમાં ચાલી રહી હતી. તેઓ 2004માં ઉદયપુરથી લોકસભાના સાંસદ તરીકે પણ ચૂંટાયા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.