વર્લ્ડનાં પોપ્યુલર ગ્લોબલ લીડરની યાદીમાં મોદી ટોપ પર

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

નવી દિલ્હી, દુનિયાભરના પ્રમુખ નેતાઓની અપ્રૂવલ રેટિંગ મોર્િંનગ કંસલ્ટ ગ્લોબલ લીડર અપ્રૂવલ રેટિંગ ટ્રેકર રિપોર્ટમાં ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટોપ પર છે તો દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યૂન સિયોર યૂલ સૌથી છેલ્લા નંબર પર છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો આ યાદીમાં ૧૦મા નંબર પર છે. ત્યારે સૌથી પ્રિય નેતાઓની ટોપ-૫ લિસ્ટની વાત કરીએ તો ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી પછી સ્વિટ્ઝર્લેન્ડના રાષ્ટ્રપતિ એલેન બર્સેટ ૬૪ ટકા અપ્રૂવલ રેટિંગ સાથે બીજા, મેક્સિકોના રાષ્ટ્રપતિ એંડ્રેસ મેન્યુઅલ લોપેજ ઓબ્રાડોર ૬૧ ટકા અપ્રૂવલ રેટિંગ સાથે ત્રીજા, બ્રાઝિલના રાષ્ટ્રપતિ લૂલા ડિસિલ્વા ૪૯ ટકા અપ્રૂવલ રેટિંગ સાથે ચોથા જ્યારે ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન એન્થની અલ્બાનીઝ ૪૮ ટકા અપ્રૂવલ રેટિંગ સાથે પાંચમા નંબર પર છે. અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડન ( ૪૦ ટકા ) સાતમા, UKના વડાપ્રધાન ઋષિ સુનક (૨૭ ટકા) ૧૫માં, જર્મનીના ચાન્સેલર ઓલફ સોલ્જ ( ૨૫ ટકા ) ૧૭મા અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેનુઅલ મૈક્રો ( ૨૪ ટકા ) ૧૯માં નંબર પર છે. આ યાદીમાં સ્પેન, આયરલેન્ડ, બેલ્જિયમ, પોલેન્ડ, સ્વીડન, નોર્વે, ઓસ્ટ્રિયા, જાપાન, નેધરલેન્ડ અને ચેક રિપબ્લિકના નેતા પણ સામેલ છે.

મોર્િંનગ કંસલ્ટે જણાવ્યું કે આ અપડેટેડ રેટિંગ રિપોર્ટ ૬થી ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૩ દરમિયાન એકત્ર કરાયેલા આંકડાઓ પર આધારિત છે. અપ્રૂવલ રેટિંગ દરેશ દેશમાં વયસ્ક નાગરિકોના ૭ દિવસીય મૂવિંગ એવરેજ પર આધારિત છે. દેશના અનુસાર સેમ્પલ સાઈઝ આની અલગ અલગ હોય છે. પોલિટિકલ ઈન્ટેલિજન્સ, મોર્િંનગ કંસલ્ટના એક પ્લેટફોર્મ છે જે રાજકીય ચૂંટણી, નિર્વાચિત અધિકારીઓ અને મતદાનના મુદ્દાઓ પર રિયલ ટાઈમમાં પોલિંગ ડેટા પ્રદાન કરે છે. મોર્િંનગ કંસલ્ટ પ્રતિદિવસ ૨૦ હજારથી વધુ ગ્લોબલ ઈન્ટર્વ્યૂ આયોજિત કરે છે. ગ્લોબલ લીડર ડેટા કોઈ નિશ્ચિત દેશમાં તમામ વયસ્કોના સાત દિવસીય મૂવિંગ એવરેજ પર આધારિત છે,

જેમાં /-૪ ટકા અંકો સુધીનું માર્જિન ઓફ એરર હોય છે. અમેરિકામાં એવરેજ સેમ્પલ સાઈઝ લગભગ ૪૫ હજાર છે જ્યારે અન્ય દેશોમાં આ લગભગ ૫૦૦થી ૫ હજાર વચ્ચે છે. તમામ ઈન્ટર્વ્યૂ નેશનલ લેવલ પર ઓનલાઈન જ આયોજિત કરાય છે. સરવેને દરેક દેશમાં ઉંમર, લિંગ, ક્ષેત્ર અને કેટલાક દેશોમાં શિક્ષા આધારિત સત્તાવાર સરકારી સ્ત્રોતોના આધારે વેઈટેજ અપાય છે. નોંધનીય છે કે ફેબ્રુઆરીમાં આવેલા રિપોર્ટમાં વડાપ્રધાન મોદીને ૭૮ ટકા અપ્રૂવલ રેટિંગ મળ્યા હતા. તે ત્યારે પણ ટોપ પર હતા. ઈટલીના વડાપ્રધાન જોર્જિયા મેલોની ૫૨ ટકા રેટિંગ સાથે ચોથા જ્યારે ૫૦ ટકા અપ્રૂવલ રેટિંગ સાથે બ્રાઝિલના રાષ્ટ્રપતિ લૂલા ડિ સિલ્વા પાંચમા નંબર પર હતા. હવે ૬ મહિના પછી અપ્રૂવલ રેટિંગના મામલે બ્રાઝિલના રાષ્ટ્રપતિ, ઈટલીના વડાપ્રધાનથી આગળ નીકળી ગયા છે. નવી યાદીમાં ઈટલીના વડાપ્રધાન ૨ સ્થાન નીચેઆવી ગયા અને છઠ્ઠા નંબર પર પહોંચી ગયા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.