યુ.પીમા રાશનની દુકાનો પર દૂધ,બ્રેડ સહિતની વસ્તુઓ મળશે

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ઉત્તરપ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે સામાન્ય જનતાને રાહત આપતો મહત્વનો નિર્ણય કર્યો છે.ત્યારે તેના અંતર્ગત યુપીમાં વાજબી ભાવની સરકારી રાશનની દુકાનો પર દૂધ,બ્રેડ,મસાલા,સૌંદર્ય પ્રસાધન સામગ્રી,છત્રી તેમજ ટોર્ચ સહિતની 35 જેટલી વસ્તુઓ મળશે.ત્યારે આ અંગે સરકાર તરફથી નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યુ હતુ.જેમાં આ નિર્ણયથી સામાન્ય લોકોને રોજબરોજની વસ્તુઓ એક જ દુકાન પરથી મળી રહેશે.બીજીતરફ આનાથી રાશનની દુકાન ધરાવતા વેપારીઓની આવકમાં વધારો થશે.સરકારી રાશનની દુકાનો પર ઘઉં,ચોખા અને ખાંડ સાથે ગોળ,ઘી,નમકીન,પેક્ડ ડ્રાયફ્રૂટ,પેક્ડ મિઠાઈ,દૂધ પાઉડર,બાળકોના કપડા (હોજીયરી), રાજમા,સોયાબીન,ક્રીમ,અગરબત્તી,કાંસકો,અરીસો,ઝાડૂ,પોતુ,તાળુ,રેઈનકોટ સહિતની વસ્તુઓ વેચાશે.ત્યારે આ સાથે વોલ હેન્ગર,ડીટર્જન્ટ પાઉડર,વાસણ ઘસવાનો સાબુ, ઈલેક્ટ્રોનિક સામાન,વોલ ઘડિયાળ,માચિસ,નાયલોન,સૂતળી,પ્લાસ્ટિકની પાઈપ (પાણી માટેની),પ્લાસ્ટિકની ડોલ,ટબ અને ગળણીનું વેચાણ પણ વાજબી ભાવે કરવામાં આવશે.આ સિવાય હેન્ડવોશ,બાથરૂમ ક્લિનર અને બેબી કેર ઉત્પાદનો પણ મળશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.