સંયુક્ત દરોડામાં ગુજરાત અને મુંબઇમાં 120 કરોડનું મેફેડ્રોન ડ્રગ જપ્ત

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

નેવલ ઈન્ટેલિજન્સ દ્વારા અપાયેલી બાતમીને પગલે ગુજરાત તથા બાદમાં મહારાષ્ટ્રમાં સંયુક્ત કાર્યવાહીમાં ૬૦ કિલો મેફેડ્રોનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડ્રગની કિંમત આશરે ૧૨૦ કરોડ રુપિયા થવા જાય છે. ડ્રગની આ હેરાફેરીમાં છ આરોપીની ધરપકડ કરાઈ છે. ઝડપાયેલાઓમાં એર ઈન્ડિયાના ભૂતપૂર્વ પાયલોટનો પણ સમાવેશ થાય છે.જામનગરના નેવલ ઈન્ટેલિજન્સ દ્વારા ચોક્કસ બાતમી મળ્યા બાદ આ અભિયાન શરુ થયું હતું. એનસીબીના ડેપ્યુટી ડિરેક્ટર જનરલ સંજય સિંઘના જણાવ્યા અનુસાર આ બાતમીના આધારે દેશના વિવિધ રાજ્યોમાં ફેલાયેલાં ડ્રગ નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ સમગ્ર સિન્ડિકેટમાં સંડોવાયેલા છ લોકોને ઝડપી લેવામાં આવ્યા છે. શરૃઆતમાં ગુજરાતની નેવલ ઇન્ટેલિજન્સે કેટલાક લોકોની શંકાસ્પદ ગતિવિધિઓની માહિતી આપી હતી. ત્યાર પછી એનસીબીએ ે નેવલ ઇન્ટેલિજન્સ સાથે મળીને આરોપીઓને પકડવા જાળબિછાવી હતી. તેમણે વિવિધ પાસાઓનું બારીકાઇથી નિરીક્ષણ કર્યું અને વધારાની માહિતી એકઠી કરવાનું ચાલુ કર્યું હતું. ગુજરાતમાંથી ઉચ્ચ ગુણવત્તાનું ડ્રગ્સનું કન્સાઇનમેન્ટ અન્ય રાજ્યમાં લઇ જવામાં આવી રહ્યું હોવાની જાણ થઇ હતી ત્યારે એનસીબીએ તાત્કાલિક એક્શન પ્લાન તૈયાર કર્યો હતો અને ગઈ તા. ત્રીજી ઓક્ટોબરે જામનગરમાંથી ૧૦.૩૫૦ કિલો મેફેડ્રોન જપ્ત કર્યું હતું.આ જથ્થાના સંદર્ભમાં જામનગરના ભાસ્કર વી. તથા મુંબઈના એસ.જી. મહિડા, એસ.એમ ચૌધરી અને મુથુ પી.ડી.ને ઝડપી લેવાયા હતા. આ ચાર આરોપીની પૂછપરછ દરમિયાન ડ્રગ્સ રેકેટની મહત્વની માહિતી મળી હતી. મુંબઇથી ડ્રગ્સની દાણચોરી થઇ રહી હોવાનું બહાર આવ્યું હતું. ફોર્ટમાં એસ.બી. પથ ખાતે ગોદામમાં ગઈ તા. છઠ્ઠી ઓક્ટોબરના દરોડા પાડી ૫૦ કિલો મેફેડ્રોન જપ્ત કર્યું હતું. આ કાર્યવાહ ી દરમિયાન એમ.આઇ. અલી અને એમ.એફ. ચિસ્તીની ધરપકડ કરવામાં આવી હતી. ડેપ્યુટી ડિરેક્ટર જનરલના જણાવ્યા અનુસાર આ કેસમાં હજુ વધુ આરોપીઓની ધરપકડ થવાની શક્યતા છે. આ ઓપરેશન દરમિયાન પકડાયેલું મેફેડ્રોન મુંબઈની એક લેબમાં બનાવાયું હતું. મુંબઈ પોલીસના એન્ટી નાર્કોટિક્સ સેલ દ્વારા અગાઉ જ આ લેબનો ભંડાફોડ થઈ ચૂક્યો છે. જામનગર અને મુંબઇમાં મળેલા ડ્રગ્સનો સ્ત્રોત એક જ હોવાનું તપાસમાં સ્પષ્ટ થયું છે. મુંબઈ પોલીસે અગાઉ જપ્ત કરેલા એમડી સાથે સંબંધિત હોવાનું જાણવા મળ્યું છે. એનસીબીને શંકા છે કે હાલ ઝડપાયેલું ૬૦ કિગ્રા ડ્રગ કોઈ મોટા કન્સાઈનમેન્ટનો એક નાનો હિસ્સો હોઈ શકે છે. એમડીનો અર્થ મેફેડ્રોન છે. ડ્રગ્સ માર્કેટમાં મ્યાઉ મ્યાઉ અથવા એમ- કેટ તરીકે ઓળખાય છે. આ નશીલા પદાર્થનું વ્યસન કરનારા લોકોમાં આ ડ્રગ માટે ઘણા કોડ છે. હેરાઇન અને કોકેન કરતા મેફેડ્રોનની વધુ માગણી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.