MDH ગ્રુપના મસાલા કિંગ ધર્મપાલ ગુલાટીનું થયું નિધન, 98 વર્ષની ઉંમરમાં લીધા અંતિમ શ્વાસ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

એમડીએચ ગ્રુપના માલિક મહાશય ધરમપાલ ગુલાટીનું નિધન થયું છે. તેમણે માતા ચેન્નન દેવી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. 98 વર્ષીય મહાશય ધરમપાલ બીમારીના કારણે છેલ્લા ઘણા દિવસોથી માતા ચાન્નાન હોસ્પિટલમાં દાખલ હતા. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે મહાશય ધરમપાલના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.કોરોનાથી સ્વસ્થ થયા બાદ હાર્ટ એટેકથી નિધન થયું. આજે સવારે 5.38 વાગ્યે તેમણે છેલ્લાં શ્વાસ લીધા.

ઉદ્યોગજગતમાં શોકની લાગણી

મસાલા કિંગ ધર્મપાલના નિધન પર રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, ભારતના પ્રતિષ્ઠિત બિઝનેસમેનમાંથી એક મહાશય ધર્મપાલજીના નિધનથી મને દુખની અનુભૂતિ થઇ છે. નાના બિઝનેસથી શરૂઆત કરવા છતાં તેમણે પોતાની એક ઓળખ બનાવી. તે સામાજિક કાર્યોમાં ઘણા સક્રિય હતાં અને અંતિમ સમય સુધી સક્રિય રહ્યાં. હું તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરુ છુ.

પાકિસ્તાનથી આવ્યા હતા ભારત

મહાશય ધર્મપાલ ગુલાટીનો જન્મ 27 માર્ચ 1923ના રોજ પાકિસ્તાનના સિયાલકોટમાં થયો હતો અને અહીંથી તેમના વ્યવસાયનો પાયો નખાયો હતો. કંપનીની શરૂઆત શહેરમાં એક નાનકડી દુકાનથી થઈ. જેને તેમના પિતાએ ભાગલા પહેલા શરૂ કરી હતી. જો કે 1947માં દેશના ભાગલા પડી જતા તે વખતે તેમનો પરિવાર દિલ્હી આવી ગયો હતો.

પદ્મભૂષણથી કરાયા હતાં સન્માનિત

ફૂડ પ્રોસેસિંગના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગત વર્ષે મહાશય ધર્મપાલ ગુલાટીને પદ્મભૂષણથી સન્માનિત કર્યા હતા.ધર્મપાલ ગુલાટી જાહેરાતની દુનિયામાં સૌથી ઉંમરલાયક સ્ટાર અને મહાશિયા દી હટ્ટી (MDH)ના માલિક છે. ક્યારેય ઘોડાગાડી ચલાવીને ગુજરાન ચલાવવા મજૂબર આ વ્યક્તિ આજે 2000 કરોડ રૂપિયાના બિઝનેસ ગ્રુપનો માલિક હતા. ધર્મપાલ ગુલાટી એફએમસીજી (ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યૂમર ગુડ્સ) સેક્ટરમાં સૌથી વધુ કમાણી કરનારા સીઇઓ છે. એટલુ જ નહીં ગયા વર્ષ ગણતંત્ર દિવસના પ્રસંગે તેમને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.