મંગળ ગ્રહના ઈન્જેન્યુટી હેલીકોપ્ટરનો કાર્યકાળ વધારવામા આવ્યો

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

મંગળ ગ્રહ પર અમેરીકી અંતરીક્ષ એજન્સી નાસાએ હેલીકોપ્ટર ઈન્જેન્યુટીએ પાંચ વખત ટેકઓફ કરવાની હતી. પરંતુ તેને 12 વખત ટેકઓફ કરી અને આ નિવૃત થવા માટે તૈયાર નથી. નાસાએ હવે આ મિશનને અનિશ્ચીત સમય માટે લંબાવ્યું છે. ચાર પાઉન્ડ વજનનું ઈન્જેન્યુટી એટલે કે નાનુ હેલીકોપ્ટર હવે રોવર પાર્સીવારેન્સનું નિયમીત સાથી બની ગયુ છે. જેનું મુખ્ય મિશન મંગળ પર પ્રાચીન જીવનના ચિન્હો શોધવાનું છે. નાસાની એન્જીનીયરીંગ ટીમના વડા જોશ રીવચે કહ્યુ હતુ કે બધુ ખુબ જ સારી રીતે કામ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે અમે લાલ ગ્રહની સપાટી પર અપેક્ષા કરતા વધુ સારૂ કરી રહ્યા છીએ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.