મમતા બેનર્જીએ પીએમ મોદીને લખ્યો પત્ર, મહિલાઓની સુરક્ષાને લઈને કરી આ માંગ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મહિલાઓની સુરક્ષાને લઈને પત્ર લખ્યો છે. આ પત્રમાં મમતાએ કેન્દ્ર સરકારને મહિલાઓની સુરક્ષાને લઈને કડક કાયદો બનાવવાની ભલામણ કરી છે.
મમતા બેનર્જીએ બળાત્કારની ઘટનાઓ પર કડક કેન્દ્રીય કાયદાની જરૂરિયાત અને આવા અપરાધોના ગુનેગારોને કડક સજાની જરૂરિયાત અંગે 22 ઓગસ્ટે મોકલેલા તેમના પત્રનો ઉલ્લેખ કર્યો છે. મમતાએ લખ્યું છે કે આ પત્ર પર તમારા તરફથી કોઈ જવાબ મળ્યો નથી પરંતુ મને ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રીનો પત્ર મળ્યો છે.