મહારાષ્ટ્રમાં કોરોનાથી રિકવર થવાનું પ્રમાણ 97.39 ટકા થયું

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેર નિયંત્રણ હેઠળ છે. ત્યારે કોરોનાના દર્દી અને મૃતકોની સંખ્યા ઘટી ગઈ છે. કોરોનાની મહામારી માર્ચ 2020થી શરૂ થઈ ત્યારથી આજ સુધી વીતેલા પોણા બે વર્ષમાં પ્રથમ વખતે મુંબઈમાં કોરોનાનો એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કોરોનાથી રિકવરીનું પ્રમાણ વધીને 97.39 ટકા થયું છે. રાજ્યમાં આજે કોરોનાના નવા 1715 કેસો નોંધાયા છે જ્યારે 29 દર્દીના મોત થયા છે. જ્યારે કોરોનાના ૨૬૮૦ દરદી સ્વસ્થ થતાં તેઓને હોસ્પિટલથી ઘરે જવાની રજા સુધ્ધા આપવામાં આવી છે અને આજ દિન સુધી રાજ્યમાં કોરોનાના ૨૮,૬૩૧ દરદી સક્રીય છે. તેઓ વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે. આમ મુંબઈમાં કોરોનાના નવા 367 કેસો નોંધાયા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.