મહારાષ્ટ્રના શિવસેનાના ધારાસભ્યનું હાર્ટએટેકથી નિધન થયુ
મુબઇ અંધેરી પૂર્વ વિધાનસભાથી શિવસેનાના ધારાસભ્ય રમેશ લટકેનું હાર્ટએટેકને કારણે નિધન થયું છે.જેઓ દુબઈ પોતાના મિત્રને મળવા ગયા હતા.ત્યારે ગતરાત્રે અચાનક હાર્ટ એટેક આવવાના કારણે તેમનું નિધન થઈ ગયું છે.આમ જ્યારે તેમને હાર્ટએટેક આવ્યો ત્યારે તેમનો પરિવાર ખરીદી કરવા માટે બહાર ગયો હતો.ત્યારે ધારાસભ્ય રમેશ લટકેના પાર્થિવ શરીરને દુબઈથી મુંબઈ લાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.રમેશ લટકે વર્ષ 2014થી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર સુરેશ શેટ્ટીને હરાવીને પ્રથમ વખત અંધેરી ઈસ્ટથી ધારાસભ્ય બન્યા હતા.ત્યારબાદ વર્ષ 2019માં રમેશ લટકે બીજી વખત અપક્ષ ઉમેદવાર એમ.પટેલને હરાવીને ધારાસભ્યની ચૂંટણી લડ્યા હતા.રમેશ લટ્ટે ઘણીવાર બીએમસીમાં કાઉન્સિલર પણ રહી ચૂક્યા છે.આમ તેમના નિધનના સમાચાર આવ્યા બાદ શિવસેનામાં શોકની લહેર છે.