
મહારાષ્ટ્રમાં હીટવેવથી લૂ લાગતા 4નાં મોત થયા
મહારાષ્ટ્રમાં આગ ઓકતા સૂરજને લીધે છેલ્લાં ચોવીસ કલાકમાં નાસિકમાં બે સહિત રાજ્યમાં ચાર લોકો ગરમીનો ભોગ બન્યા છે.નાસિક જિલ્લામાં છેલ્લાં ચાર દિવસથી ગરમીનો પારો 40 ડિગ્રીની આસપાસ હોવાથી લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે.ત્યારે નાસિક જિલ્લાના રાહુરી ગામે એક ખેડૂત જ્યારે માલેગાંવ પાસે એક ટ્રક- ડ્રાઇવરનું હિટ-સ્ટ્રોકથી મૃત્યુ થયું હતું.જ્યારે છત્રપતિ સંભાજીનગરમાં અને નાંદેડમાં એક-એક વ્યક્તિ ગરમીનો ભોગ બની છે.