
મહારાષ્ટ્રમા બાલાસાહેબ થોરાટે વિધાનસભામાં સી.એલ.પી પદેથી રાજીનામું આપ્યું
કોંગ્રેસના નેતા બાલાસાહેબ થોરાટે વિધાનસભામાં સી.એલ.પી પદ પરથી રાજીનામું આપી દીધું છે.નાસિક વિધાન પરિષદની ચૂંટણી બાદ બાલાસાહેબ થોરાટ અને પ્રદેશ અધ્યક્ષ નાના પટોલે વચ્ચે રસાકસી થઈ હતી.ત્યારે ગઈકાલે બાલાસાહેબ થોરાટે પણ નાના પટોલેને લઈને કોંગ્રેસ હાઈકમાન્ડને પત્ર લખીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.આમ આગામી સમયમાં મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણી આવી રહી છે ત્યારે કેટલાક રાજકીય ડ્રામા જોવા મળી રહ્યા છે.જેમાં ગયા વખતે શિંદેએ ભારે હોબાળો મચાવ્યો હતો અને આ વખતે કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ વિવાદોમાં જોવા મળી રહ્યો છે.બાલાસાહેબ થોરાટ સાથે વિદર્ભના કેટલાક નેતાઓએ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલે વિરુદ્ધ હાઈકમાન્ડને ફરિયાદ કરી હતી.