મહારાષ્ટ્રમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો
મહારાષ્ટ્રમાં કોરોનાના દૈનિક દર્દીઓની સંખ્યામાં સતત ચઢ-ઉતાર થઈ રહ્યો છે.ત્યારે આજે ફરી મુંબઈમાં કોરોનાના નવા દર્દીઓની સંખ્યા સો કરતાં વધુ અને મહારાષ્ટ્રમાં બસો કરતા વધુ નોંધાઈ છે.જેના કારણે સરકાર ચિંતામાં આવી ગઇ છે.ત્યારે રાજ્યના આરોગ્ય પ્રધાને કહ્યુ છે કે આગામી જૂન અને જુલાઈ માસમાં કોરોનાની ચોથી લહેરની શક્યતા વર્તાઈ રહી છે.આમ રાજ્યમાં આજે કોરોનાના નવા 223 કેસો નોંધાયા છે જ્યારે બે દર્દીનું મોત થયું છે જ્યારે કોરનાના 161 દર્દી સાજા થતાં તેઓને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે અને અત્યારે રાજ્યમાં કોરોનાના 1403 દર્દી સક્રીય જોવા મળે છે.