મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે અને પીએમ મોદીની મુલાકાત થઈ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના મંત્રીમંડળનુ વિસ્તરણ આ અઠવાડિયે થવાની સંભાવના છે.આ દરમિયાન સીએમ શિંદે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફરી એકવાર મુલાકાત થઈ છે.જેમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જણાવ્યુ હતું કે પીએમ મોદીએ મહારાષ્ટ્ર સાથે જોડાયેલા પ્રસ્તાવોને કેન્દ્રમાંથી ઝડપથી મંજૂરી આપવા અને રાજ્યને સમયસર ફંડ આપવાનુ આશ્વાસન આપ્યુ છે.રાજ્યમાં શિવસેના-બીજેપીના ગઠબંધને 2024માં લોકસભા ચૂંટણી માટે મિશન-48નુ લક્ષ્ય રાખ્યુ છે અને તે લક્ષ્યને મેળવવાની દિશામાં કામ થશે.આ સિવાય દિલ્હી પ્રવાસે ગયેલા મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ કહ્યુ હતું કે મહારાષ્ટ્રએ સ્વચ્છતામાં સુધારાથી લઈને તળાવોના પુનરુત્થાન સુધીની યોજનાઓ સાથે સંબંધિત રૂ.18,000 કરોડના પ્રસ્તાવને કેન્દ્રને મોકલ્યુ છે.આ દરમિયાન તેમણે જણાવ્યુ કે કૃષિ તળાવના નિર્માણ અને ફરિયાદ નિવારણ પોર્ટલ ‘આપલે સરકાર’ જેવી યોજનાઓમાં ઝડપ લવાશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.