અફઘાનિસ્તાનમાં 4.2ની તીવ્રતાનો આવ્યો ભૂકંપ, હાલમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી
અફઘાનિસ્તાનમાં જોરદાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. મળતી માહિતી મુજબ અફઘાનિસ્તાનના કાબુલમાં આજે સવારે ભૂકંપ આંચકો અનુભવાયો છે. રિક્ટર સ્કેલ પર આંચકાની તીવ્રતા 4.2 માપવામાં આવી હતી. હાલ કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી.
અફઘાનિસ્તાનમાં ફરી એકવાર ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. નેશનલ સિસ્મોલોજી સેન્ટર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, તાજેતરના ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.2 માપવામાં આવી છે. આ ભૂકંપ સ્થાનિક સમય અનુસાર સવારે 5.44 કલાકે આવ્યો હતો. હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.
Tags afghanistan Rakhewal