
લુધિયાણામાં ઝેરી ગેસ શ્વાસમાં જતાં 11 લોકોનાં મોત થયા
પંજાબમાં લુધિયાણા જિલ્લાના ગ્યાસપુરા વિસ્તારમાં ગેસ લીકેજ થવાની ઘટના બની છે.જેમાં ત્રણ બાળકો સહિત 11 લોકોનાં મોત થયા છે.જેમાં ગટરમાં કેટલાક કેમિકલ નાખવાને કારણે હાનિકારક ઉત્સર્જનને પગલે ઝેરી ગેસ ઉત્પન્ન થયો હોઇ શકે છે.જેમાં 4 ઘાયલ લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.ત્યારે દુર્ઘટનાવાળા વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે અને રહેવાસીઓને અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા છે.આમ આ અંગેની જાણ થતા જ એનડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.ગ્યાસપુરા ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર છે.આ વિસ્તારમાં અનેક ઔદ્યોગિક તેમજ રહેણાંક ઇમારતો આવેલી છે.જેમાં તમામ પીડિતો ઉત્તરપ્રદેશ અને બિહારના છે.જેઓ લુધિયાણામાં રહે છે.જે અંગે જિલ્લા વહીવટીતંત્રે મૃતકોને રૂ.2 લાખ અને ઘાયલોને રૂ.50,૦૦૦ના વળતરની જાહેરાત કરી છે.