
અહેમદનગરમાં થયો પ્રેમ, ઈન્દોરમાં કર્યો બળાત્કાર; ધર્મ પરિવર્તન બાદ પરિવારને આપી જાનથી મારી નાખવાની ધમકી
મહારાષ્ટ્રના અહમદનગરમાં લવ જેહાદનો એક કિસ્સો સામે આવ્યો છે. અહીં પોતાની ઓળખ છુપાવીને એક યુવકે પહેલા એક યુવતીને પ્રેમમાં ફસાવી અને પછી તેને ઈન્દોર લઈ જઈ તેના પર બળાત્કાર ગુજાર્યો. આ દરમિયાન આરોપીએ પીડિત યુવતીનો અશ્લીલ વિડિયો પણ બનાવ્યો અને બ્લેકમેઇલ કરીને બળજબરીથી તેનું ધર્મપરિવર્તન કરાવ્યું અને જ્યારે યુવતીએ વિરોધ કરવાનો પ્રયાસ કર્યો તો આરોપીએ તેને અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી. જો કે ઘટનાંની માહિતી મળતાં જ હિન્દુ સંગઠન શ્રીરામ સંઘે યુવતીને આરોપીથી મુક્ત કરી હતી.
હવે યુવતીની ફરિયાદના આધારે અહમદનગર પોલીસે આરોપી વિરુદ્ધ કેસ નોંધીને તેની ધરપકડ કરી છે. યુવતીએ પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે આરોપી બે વર્ષ પહેલા તેના સંપર્કમાં આવ્યો હતો. ત્યારે પોતાની અસલી ઓળખ છુપાવીને આરોપીએ મિત્રતા કરી પ્રેમનું નાટક કર્યું હતું. તે પણ આરોપીની જાળમાં ફસાઈ ગઈ અને તેની સાથે લગ્ન કરવાની ઈચ્છાથી તેની સાથે ઈન્દોર આવી. પીડિતાએ જણાવ્યું કે અહીં આરોપીએ તેની સાથે બળાત્કાર કર્યો અને બળજબરીથી ધર્મ પરિવર્તન કર્યા બાદ તેની સાથે લગ્ન પણ કર્યા.
પીડિતાએ પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે આરોપીએ તેનો અશ્લીલ વીડિયો પણ બનાવ્યો હતો અને તે જ વીડિયો બતાવીને તેને બ્લેકમેલ કરતો હતો. આ દરમિયાન આરોપીએ તેને તેના પરિવારના સભ્યો સાથે વાત કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. સીધેસીધી ધમકી આપી હતી કે જો તેણી આ અંગે તેના પરિવારના સભ્યો અથવા અન્ય કોઈને વાત કરશે તો તે તેને મારી નાખશે. પોતાના પરિવારના સભ્યોને પણ છોડશે નહીં. પીડિતા ડરના કારણે ચૂપ રહી. અહીં પીડિત યુવતીના સંબંધીઓની સૂચના પર હિન્દુ સંગઠન શ્રીરામ સંઘે યુવતીની શોધખોળ હાથ ધરી અને પોલીસની મદદથી તેને આરોપીની જાળમાંથી છોડાવી.
પોલીસે જણાવ્યું કે આરોપીની જાળમાંથી છૂટ્યા બાદ પીડિતાએ પોલીસમાં ફરિયાદ કરી છે. આ ફરિયાદના આધારે અહેમદ નગર પોલીસે મુખ્ય આરોપી સાયમ કુરેશી સહિત ચાર આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધીને તેમની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું કે આરોપીઓ વિરુદ્ધ અપહરણ, બળાત્કાર અને હુમલો ઉપરાંત અન્ય સંબંધિત કલમોમાં કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.