MSMEને ૩ લાખ કરોડ રૂપિયાની લોન કોઈ પણ પ્રકારની ગેરન્ટી વગર મળશે

ગુજરાત
ગુજરાત

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરાયેલા ૨૦ લાખ કરોડ રૂપિયાના કોવિડ-૧૯ના રાહત પેકેજનું સંપૂર્ણ બ્રેકઅપ આપવા નાણાં મંત્રી નિર્મલા સીતારમણની પ્રેસ કોન્ફોરન્સ શરૂ થઈ છે. બ્રેકઅપ અંગેની માહિતી સતત ચાર દિવસ સુધી આપવામાં આવે તેવી શકયતા છે. તેમાં ચાર એટલે કે લેન્ડ, લેબર, લો અને લિક્વિડિટી પર ફોકસ કરવામાં આવશે, તેને એક-એક દિવસે જાહેર કરવામાં આવશે.

                     ૩ લાખ કરોડની લોન MSMEને કઈ રીતે થશે ફાયદો, સમજો

  • લોન ૪ વર્ષ માટે અને ૧૦૦ ટકા ગેરન્ટ ફ્રી છે.
  • તે ઉદ્યોગોને મળશે, જેની બાકી ચૂકવવાની નીકળતી લોન ૨૫ કરોડથી ઓછી હોય અને ટર્નઓવર ૧૦૦ કરોડથી વધુ ન હોય.
  • ૧૦ મહિના સુધી લોન ચૂકવવામાં છૂટ મળતી રહેશે
  • ૩૧ ઓક્ટોબર ૨૦૨૦ સુધી આ લોન માટે એપ્લાઈ કરી શકાશે.
  • કોઈ પણ પ્રકારનો એકસ્ટ્રા ચાર્જ લેવામાં આવશે નહિ. ૪૫ લાખ MSMEને ફાયદો થશે.
  • ૨૦ હજાર કરોડ રૂપિયા સ્ટ્રેસ્ડ MSMEને આપવામાં આવ્યા.
  • સારા MSME માટે ૫૦ હજાર કરોડનું ફન્ડ ઓફ બનશે.
  • તમામ નાના ઉદ્યોગોને સામેલ કરવામાં આવશે.
  • માઈક્રો ઈન્ડસ્ટ્રી માટે ૨૫ લાખથી વધારીને રોકાણ ૧ કરોડ કરવામાં આવ્યું.
  • સ્મોલ ઈન્ડસ્ટ્રી માટે ૧૦ લાખ કરોડ સુધીનું રોકાણ અને ૫૦ કરોડ સુધીનો કારોબાર, મધ્યમ માટે ૨૦ કરોડ રોકાણ અને ૧૦૦ કરોડના કારોબારને મંજૂરી.
  • લોકલ ઉદ્યોગોને ગ્લોબલ કરવા માટે ૨૦૦ કરોડ રૂપિયાથી ઓછાનો ગ્લોબલ ટેન્ડરના નિયમને ખત્મ કરવામાં આવ્યા આવ્યા છે. એટલે કે ૨૦૦ કરોડ રૂપિયાથી ઓછું કોઈ ટેન્ડર નહિ હોય.

                                    નાણાં મંત્રીની સ્પીચ

  • ૧૫ હજારથી ઓછી સેલેરીવાળાનું EPF સરકાર આપશે
  • MSMEને ૩ લાખ કરોડ રૂપિયાની લોન આપવામાં આવશે, ૪૫ લાખ ઉદ્યોગોને ફાયદો થશે
  • નિર્મલ સીતારમણે કહ્યું- પેકેજની જાહેરાત આત્મનિર્ભર ભારતના વિઝનને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. આ પાંચ સ્તંભ ઈકોનોમિ, ઈન્ફ્રાસ્ટ્રકચર, સિસ્ટમ, ડેમોગ્રાફી અને ડિમાન્ડ છે.
  • આત્મનિર્ભર ભારત દ્વારા અમે લોકલ બ્રાન્ડને ગ્લોબલ બનાવવા માંગીએ છીએ.
  • આત્મનિર્ભર ભારત માટે ઘણાં પગલા ઉઠાવવામાં આવ્યા. ખેડૂતો, મજૂરોના એકાઉન્ટમાં સીધા જ પૈસા નાખવામાં આવ્યા, જે એક રીતે ક્રાંતિ હતી.પીએમ કિસાન યોજના, ઉજ્જવલા યોજના, સ્વચ્છ ભારત અભિયાન, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાઓ દ્વારા સીધા લોકોના બેન્ક ખાતામાં રકમ મોકલવામાં આવી છે. આ યોજનાઓનો ફાયદો ખેડૂતોને મળ્યો છે. જીએસટીથી લધુ ઉદ્યોગોને મધ્યમ ઉદ્યોગનો ફાયદો મળ્યો.

જાહેર કરાયેલા રૂ. ૨૦ લાખ કરોડના પેકેજમાંથી આશરે ૮ લાખ કરોડ આરબીઆઈ અને સરકાર દ્વારા પહેલા જ મજૂર કરવામાં આવ્યા છે. હવે ૧૨ લાખ કરોડના પેકેજનું બ્રેકઅપ આપવામાં આવશે. તેમાંથી ૫૦,૦૦૦ કરોડ રૂપિયા ટેક્સ માટે જાહેર કરવામાં આવી શકે છે. જ્યારે વીજ ક્ષેત્રને આશરે એક લાખ કરોડ રૂપિયા મળી શકે છે. એ જ રીતે દેશના ગરીબોને સીધા લાભ સ્થાનાંતરણ દ્વારા મોટી રકમની ફાળવણી કરવામાં આવી શકે છે. તેમાં દ્ગમ્હ્લઝ્ર અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓને આશરે એક લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી શકે છે.

આર્થિક પેકેજ સાથે જોડાયેલી તમામ માહિતી આજે નિર્મલા સીતારમણ જણાવશે. નાણાં મંત્રાલયના મુખ્ય આર્થિક સલાહકાર સંજીવ સાન્યાલે કહ્યું હતું કે સમગ્ર માહિતી બે-ત્રણ સ્ટેજમાં રજૂ કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે પેકેજ સમાજના દરેક તબક્કાને મળશે. ૨૦ લાખ કરોડનું રાહત પેકેજ જીડીપીના લગભગ ૧૦ ટકા ૨૦ લાખ કરોડનું રાહત પેકેજ જીડીપીના લગભગ ૧૦ ટકા છે. તે ૨૦૨૦-૨૧ સ્વીકૃત બજેટ એટલે કે તે ૩૦ લાખ કરોડથી લગભગ ૧૦ લાખ કરોડ ઓછું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ પેકેજથી ગૃહ ઉદ્યોગ, લધુ ઉદ્યોગ, શ્રમિકો, ખેડૂતો અને મધ્યમ વર્ગને ફાયદો મળશે. આ સિવાય ભારતીય ઉદ્યોગ જગતને પણ તેનાથી નવી તાકાત મળશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.