
Libya Flood: લીબિયાના વિનાશક પૂરમાં 5300 લોકોના મોત
લિબિયામાં વિનાશક તોફાન ડેનિયલને પગલે આવેલા પૂરને કારણે ડેર્ના શહેરમાં ભારે તબાહી સર્જાઈ છે. ગૃહ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ અબુ-લામોશાના જણાવ્યા અનુસાર, ડેરનામાં મૃત્યુઆંક 5,300ને વટાવી ગયો છે. અગાઉ એમ્બ્યુલન્સ ઓથોરિટીએ મૃતકોની સંખ્યા 2300 દર્શાવી હતી.
પૂરના પાણીએ રવિવારનાં ડેમ તોડીને શહેરમાં પ્રવેશ્યા કર્યું હતું અને સમગ્ર વિસ્તારને પોતાની સાથે ધોઈ નાખ્યો હતો. ડેરનામાં અત્યાર સુધીમાં 1500 મૃતદેહો મળી આવ્યા છે. જો કે, મૃત્યુઆંક આના કરતા ઘણો વધારે હોવાની સંભાવના છે.આંતરરાષ્ટ્રીય સંસ્થા રેડક્રોસ અને રેડ ક્રેસન્ટ સોસાયટી અનુસાર, પૂરના કારણે લગભગ 10 હજાર લોકો ગુમ છે. આપત્તિ બાબતોના પ્રધાન હિકેમ ચિકિયોટે આ માહિતી આપી હતી.
ચિકિયોટે જણાવ્યું હતું કે ગુમ થયેલા લોકોની સંખ્યા સતત વધી રહી હોવાથી મૃત્યુઆંક વધી શકે છે. શહેરને ડિઝાસ્ટર વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે. પૂર્વ લિબિયાના ઘણા શહેરોમાં પૂરના કારણે ઘરો અને અન્ય સંપત્તિઓ નાશ પામી છે.