કેદારનાથમાં ભૂસ્ખલનના કારણે પાંચ લોકોના મોત
અકસ્માત: ઉત્તરાખંડમાંથી અક્સ્માંતાની ઘટના પ્રકાશમાં આવી છે. ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં ભૂસ્ખલનના કારણે પાંચ લોકોના મોત થયા છે જેમા ત્રણ અમદાવાદના છે. સ્થાનિક પોલીસને પહાડ પરથી ભૂસ્ખલનમાં દટાયેલી કાર મળી હતી જેમાં પાંચ લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં કેદારનાથ યાત્રાના માર્ગ પર ફરી એકવાર ભૂસ્ખલનની ઘટના બની હતી જેમાં પાંચ લોકોના મોત થયા હતા. આ પાંચ લોકોમાં ત્રણ ગુજરાતના અમદાવાદના મણિનગરના રહેવાસી હતા, જ્યારે એક હરિદ્વાર તેમજ અન્ચ એકની ઓળખ થઈ ન હતી. કાટમાળની અંદર કાર ભયાનક રીતે ક્ષતિગ્રસ્ત હાલતમાં મળી આવી હતી. આ ભૂસ્ખલનની ઘટના ફાટા વિસ્તારના તરસાલીમાં બની હતી.
ત્રણ અમદાવાદીઓના મોત
અમદાવાદ શહેરના મણિનગરના રહેવાસી જિગર મોદી સહિત પાંચ લોકો હરિદ્વારથી કેદારનાથ કાર લઈને જઈ રહ્યા હતા. આ દરમિયાન ફાટા વિસ્તારમાં ભૂસ્ખલન થયું હતુ. જેમાં આ કારમાં સવાર પાંચ લોકોનાં મોત થયાં હતાં. જેમાં ત્રણ ગુજરાતીઓનાં મોત થયાં છે.