યુગાન્ડામાં ભૂસ્ખલનને કારણે મકાનો ધરાશાયી 15 લોકોના મોત બચાવ કાર્ય હજુ પણ ચાલુ
પૂર્વ યુગાન્ડાના છ ગામોમાં ભૂસ્ખલનને કારણે ઓછામાં ઓછા 15 લોકોના મોત થયા છે અને 113 અન્ય લોકો ગુમ છે. પોલીસે આ માહિતી આપી છે. પોલીસના જણાવ્યા અનુસાર 15 ઘાયલ લોકોને બચાવીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. યુગાન્ડા રેડ ક્રોસ સોસાયટીએ જણાવ્યું હતું કે ભૂસ્ખલનથી 40 મકાનો નષ્ટ થયા બાદ 13 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે.
આ વિસ્તારના એક પત્રકારે એસોસિએટેડ પ્રેસને જણાવ્યું હતું કે સ્થાનિક અધિકારીઓએ કહ્યું છે કે બચાવ પ્રયત્નોમાં મદદ કરવા માટે ભારે મશીનરી લાવવામાં આવશે, પરંતુ રસ્તાઓ કાદવવાળા છે અને હજુ પણ વરસાદ પડી રહ્યો છે. ડેઇલી મોનિટર અખબારે અહેવાલ આપ્યો છે કે અત્યાર સુધી જે મૃતદેહો મળી આવ્યા છે તેમાં મોટાભાગના બાળકોના છે. દરમિયાન, પકવાચ પુલ ડૂબી ગયા બાદ નાઇલ નદીમાં બચાવ કામગીરી દરમિયાન બે બોટ પલટી ગઈ હતી.