
કિંગ ચાર્લ્સની તાજપોશીની તૈયારીઓ શરૂ કરવામાં આવી
લંડનમાં આગામી 6મે ના રોજ વેસ્ટમિંટર એબેમાં કિંગ ચાર્લ્સ ત્રીજાની તાજપોશી કરવામાં આવશે.આ રાજયાભિષેકમાં પવિત્ર ધાર્મિક વિધિ માટે ઉપયોગમાં લેવાતા કાપડના પડદાનું અનાવરણ છે.આ પડદા પર ભારત સહિત રાષ્ટ્રમંડલના પ્રત્યેક સભ્ય દેશનું નામ હશે.બ્રિટિશ રાજાશાહીના લંડનમાં આવેલા સત્તાવાર આવાસ બકિંઘમ પેલેસ દ્વારા આ અંગેની જાણકારી આપવામાં આવી હતી.જેમાં પડદાની વચ્ચે એક વૃક્ષ દોરવામાં આવ્યું હતું,જેમાં 56 શાખાઓ જે રાષ્ટ્રમંડળ દેશોના નામ દર્શાવે છે. જેમાં બ્રિટનના રાજા ઓસ્ટ્રેલિયા,કેનેડા,ન્યુઝીલેન્ડ જેવા 14 કોમનવેલ્થ દેશોના પણ રાજા હોય છે.આ રસ્મ બ્રિટિશ કિંગની તાજપોશી પહેલા થાય તાજપોશી સેરેમની સમારોહ દરમિયાન વેસ્ટમિંસ્ટરના ડીન એક કળશમાંથી પવિત્ર તેલ રાજયાભિષેક માટેની ચમચીમાં નાખે છે.કેંટરબરીના આર્કબિશપ મહારાજાના હસ્તે છાતી અને માથા પર આ તેલ લગાવવામાં આવે છે.આ પડદાના કાપડમાંનું ઉન ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડથી મંગાવવામાં આવેલું છે.બ્રિટનની મહારાણી એલિઝાબેથના નિધન પછી પુત્ર કિંગ ચાર્લ્સની તાજપોશી માટે તડામાર તૈયારીઓ શરૂ થઇ છે.બ્રિટનમાં આ અવસર એક સપ્તાહ સુધી રાજયાભિષેક સમારોહ તરીકે ઉજવવામાં આવશે.ત્યારે આગામી 7 મેના રોજ થનારા કોન્સર્ટનાં બોલીવૂડ અભિનેત્રી સોનમકપૂર સામેલ થશે.આ સિવાય ટોમ ક્રુઝ અને મ્યુઝિકલ ગ્રુપ ધ પુસીકેટ ડોલ્સ પણ પર્ફોમ કરશે.આ ઉપરાંત વિની ઘ પૂહ,ધ પુસીકેટ ડોલ્સ,સિંગર લિયોનેલ રિચી અને કેટી પેરી પણ ભાગ લઇ શકે છે.