કર્ણાટકની મેડિકલ કોલેજમાં 66 વિદ્યાર્થીઓ સંક્રમિત થયા
છેલ્લા કેટલાક દિવસોમાં સ્કૂલોમાં સંખ્યાબંધ વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત થયા હોવાના મામલા સામે આવ્યા છે. ત્યારે વર્તમાન સમયમાં કર્ણાટકની એસડીએમ મેડિકલ કોલેજના 66 વિધાર્થીઓ એકસાથે કોરોના પોઝિટિવ આવતા તંત્રમાં હડકંપ મચી ગયો છે. ત્યારે કેમ્પસમાં આવેલી બે હોસ્ટેલ સીલ કરી દીધી છે. આ કોલેજમાં 400 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેમાં કેટલાક વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ હોવાનુ ખબર પડતા તમામ વિદ્યાર્થીઓનો કોરોના ટેસ્ટ કરવાનો કોલેજ સત્તાધીશોએ નિર્ણય લીધો હતો. જેમાં અત્યારસુધીમાં 300 વિદ્યાર્થીઓનો ટેસ્ટ થયો છે જે પૈકીના 66 પોઝિટિવ હોવાનુ સામે આવ્યુ છે. આ સિવાય તાજેતરમાં રાજસ્થાનની એક સ્કૂલમાં 11 જ્યારે તેલંગાણામાં એક જ સ્કૂલના 28 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા.