જેએમએમએ ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માર્ગરેટ અલ્વાને સમર્થન આપવાનું એલાન કર્યું
રાષ્ટ્રપતિ ચૂંટણીમાં વિપક્ષને આંચકો આપતા એનડીએ ઉમેદવાર દ્રૌપદી મૂર્મુને મત આપનારી ઝારખંડ મુક્તિ મોર્ચાએ ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં અપેક્ષા મુજબ માર્ગરેટ અલ્વાને સમર્થન આપવાનું એલાન કર્યુ છે.ઝામુમો અધ્યક્ષ શિબુ સોરેન દ્વારા સાંસદોને આપવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યુ છે કે આગામી ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં વિપક્ષ તરફથી માર્ગરેટ અલ્વા ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર છે.ત્યારે વિચાર વિમર્શ બાદ ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં માર્ગરેટ અલ્વાના પક્ષમાં મતદાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આમ આગામી 6 ઓગષ્ટના રોજ યોજાનારી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં માર્ગરેટ અલ્વાના પક્ષમાં મતદાન કરવું.ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં ઝારખંડ મુક્તિ મોર્ચાના 3 સાંસદ શિબૂ સોરેન,વિજય હાંસદા અને મહુઆ માજી મતદાતા છે.