
જાપાનના વડાપ્રધાનનું ભારતમાં આગમન થયુ
વર્તમાનમા જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા ભારતના પ્રવાસે છે.આમ તેઓ સંરક્ષણ અને સુરક્ષા,વેપાર અને રોકાણ તથા હાઈટેક્નોલોજી સહિત અનેક ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોને વધારવા પર વાતચીત કરવા ભારત આવી પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કિશિદા દિવસ દરમિયાન ભારતની જી-20 અધ્યક્ષતા અને જાપાનની જી-7 અધ્યક્ષતા માટેની પ્રાથમિકતાઓ પર ચર્ચા કરશે.જેમા ભારતની વધતી જતી મહત્વપૂર્ણ ભૂમિકાને ધ્યાનમાં રાખીને આ સમયગાળા દરમિયાન જાપાનના વડાપ્રધાન આ ક્ષેત્રમાં શાંતિ માટે મુક્ત અને ઓપન ઈન્ડો-પેસિફિક માટેની તેમની યોજના વિશે વાત કરી શકે છે.જેમા ગયા વર્ષે જૂનમા સિંગાપોરમાં શાંગરી-લા ડાયલોગ દરમિયાન કિશિદાએ કહ્યું હતું કે તે આવનારા દિવસોમાં ઇન્ડો-પેસિફિક માટે યોજના તૈયાર કરશે.આ સિવાય તેમણે કહ્યું હતુ કે આવનારા દિવસોમાં શાંતિના ઉદ્દેશ્યથી મુક્ત અને ઓપન ઈન્ડો-પેસિફિક માટે યોજના તૈયાર કરીશ,જેમાં પેટ્રોલિંગ જહાજો ઉપલબ્ધ કરાવવા તેમજ દરિયાઈ કાયદાને પ્રોત્સાહન આપવા,અમલી કરણની ક્ષમતા,ડિજિટલ અને હરિત પહેલ તથા આર્થિક સુરક્ષા પર ભાર મૂકવાની સાથે મુક્ત થા ઓપન ઈન્ડો-પેસિફિકની દૃષ્ટિને પ્રોત્સાહન આપવા માટે જાપાનના પ્રયાસોને મજબૂત બનાવશે.