મુન રેસમાં સામેલ થયું જાપાન, ત્રણ નિષ્ફળ પ્રયાસો બાદ SLIM લેન્ડર કર્યું લોન્ચ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

જાપાને ગુરુવારે સ્થાનિક H-IIA રોકેટ પર તેનું ચંદ્ર સંશોધન અવકાશયાન લોન્ચ કર્યું. દેશ આગામી વર્ષની શરૂઆતમાં ચંદ્ર પર ઉતરનાર વિશ્વનો પાંચમો દેશ બનવાની આશા રાખે છે. ખરાબ હવામાનને કારણે ગયા મહિને એક સપ્તાહમાં ત્રણ વખત કાર્યક્રમ મોકૂફ રાખવો પડ્યો હતો.

રોઇટર્સના જણાવ્યા મુજબ, જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સી (JAXA) એ જણાવ્યું હતું કે રોકેટે દક્ષિણ જાપાનના તાનેગાશિમા સ્પેસ સેન્ટરથી યોજના મુજબ ઉડાન ભરી હતી અને સ્માર્ટ લેન્ડર ફોર ઇન્વેસ્ટિગેટિંગ મૂન (SLIM) સફળતાપૂર્વક છોડ્યું હતું.

SLIM શું છે?

જાપાનનું કોમ્પેક્ટ લેન્ડર, જેને સત્તાવાર રીતે સ્માર્ટ લેન્ડર ફોર ઇન્વેસ્ટિગેટીંગ મૂન (SLIM) કહેવામાં આવે છે, તે ચંદ્રની સપાટી પર ચોક્કસ લક્ષ્યના 100 મીટરની અંદર સફળતાપૂર્વક ઉતરાણ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. JAXAના પ્રમુખ હિરોશી યામાકાવાએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ‘SLIMનો મોટો હેતુ ચંદ્રની સપાટી પર ‘અમે કરી શકીએ ત્યાં ઉતરાણ’ને બદલે ઉચ્ચ-ચોકસાઇવાળા લેન્ડિંગને સાબિત કરવાનો છે…’અમે જ્યાં ઇચ્છીએ છીએ ત્યાં લેન્ડિંગ’ સિદ્ધ કરવાનો છે.’

ચંદ્રના અજાણ્યા દક્ષિણ ધ્રુવ પર તેના ચંદ્રયાન-3 મિશન સાથે ચંદ્ર પર અવકાશયાન સફળતાપૂર્વક લેન્ડ કરનાર ભારત ચોથો દેશ બન્યો તેના બે અઠવાડિયા પછી આ પ્રક્ષેપણ થયું છે. તેના થોડા સમય પહેલા જ રશિયાનું લુના-25 લેન્ડર ચંદ્રની નજીક આવતી વખતે ક્રેશ થયું હતું. અત્યાર સુધીમાં ભારત, યુનાઇટેડ સ્ટેટ્સ, રશિયા અને ચીન ચંદ્રની સપાટી પર તેમના અવકાશયાનને લેન્ડ કરવામાં સફળ રહ્યા છે અને દક્ષિણ ધ્રુવ પર આવું કરનાર ભારત પહેલો દેશ બન્યો છે. ગયા વર્ષે ચંદ્ર પર ઉતરવાના જાપાનના પ્રથમ બે પ્રયાસો નિષ્ફળ ગયા હતા. JAXA નો ઓમોટેનાશી લેન્ડર સાથેનો સંપર્ક તૂટી ગયો અને નવેમ્બરમાં લેન્ડિંગનો નિષ્ફળ પ્રયાસ થયો. જાપાનીઝ સ્ટાર્ટઅપ iSpace (9348.t) દ્વારા બનાવવામાં આવેલ હકુટો-આર મિશન 1 લેન્ડર એપ્રિલમાં ચંદ્રની સપાટી પર ઉતરવાનો પ્રયાસ કરતી વખતે ક્રેશ થયું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.