
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં બસ પલટી જતા 4ના મોત થયા
જમ્મુ-કાશ્મીરમાં મોટો માર્ગ અકસ્માત થયો છે.જેમાં અનિયંત્રિત બસ રોડ પર પલટી જતા અકસ્માત સર્જાયો હતો.જેમા બિહારના 4 લોકોના મોત થઈ ગયા છે જ્યારે 28 લોકો ઘાયલ થયા છે.આ અકસ્માત દક્ષિણ કાશ્મીરમાં શ્રીનગર-જમ્મુ નેશનલ હાઈવે પર ગોરીપોરા-અવંતીપોર પાસે થયો હતો.જેમાં આજ સવારે એક બસ જમ્મુથી શ્રીનગર તરફ આવી રહી હતી.ત્યારે રસ્તામાં અવંતીપોરના ગોરીપોરામાં એક પુલ પાસે બસે અચાનક કાબુ ગુમાવ્યો હતો અને તે રોડ પર પલટી ગઈ હતી.ત્યારે અકસ્માતની જાણ થતાં ત્યાં હાજર લોકોએ રાહતકાર્ય શરૂ કર્યું હતું.તેઓએ બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢ્યા હતા.તેમાંથી ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવારઅર્થે ખસેડવામાં આવ્યા હતા જેમાં હોસ્પિટલના ડોક્ટર્સે 4 મુસાફરોને મૃત જાહેર કર્યા હતા.તેમની ઓળખ પશ્ચિમ ચંપારણના રહેવાસી નસીરુદ્દીન અંસારના પુત્ર ઈસ્લામ અંસારી,રાજકરણ દાસ,બિહારના ખાટિયા પીચિયાના રહેવાસી પુત્ર શિવુદાસ અને બિહારના તેલટાના રહેવાસી સલીમ અલી,પુત્ર મોહમ્મદ અલ્લાદીન તરીકે થઈ છે.