જગ્ન્નાથપૂરીમાં એક દિવસમાં 341 મીમી વરસાદ થતા 87 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

દિલ્હી બાદ ઓડિશામાં ભારે વરસાદ પડયો છે. જેમા ઓડિશાની રાજધાની ભૂવનેશ્વરમાં છેલ્લા 24 કલાકમાં 195 મિમી વરસાદ પડયો છે. જેણે છેલ્લા 87 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. જેને પગલે ઓથોરિટી દ્વારા પુરનુ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ જે લોકો ફસાયા હોય તેમને રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યા છે. આમ રાજયના ધાર્મિક સ્થળ પુરીમા એક દિવસમાં 341 મિમી વરસાદ પડવાથી 87 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. આ પહેલા પુરીમાં ઇસ.1934માં 2 સપ્ટેમ્બરે 210 મિમી વરસાદ પડયો હતો. જ્યારે ભુવનેશ્વરમાં મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેને પગલે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વર્તમાન સમયમા રેસ્ક્યૂ ટીમને એલર્ટ કરવામા આવી છે તેમજ જે માછીમારો સમુદ્રમાં હોય તેમને રેસ્ક્યૂ કરવામા આવી રહ્યા છે. સાથે લોકોને આ સમયે ઘરોમાં રહેવાની સલાહ આપવામાં આવી છે. બીજીતરફ હવામાન વિભાગે આગાહી કરી છે કે મધ્ય અને પશ્ચિમ ભારતમાં હજુ ભારે વરસાદની શક્યતાઓ છે. જેને પગલે ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે. અન્ય જે રાજ્યોમાં ભારે વરસાદની શક્યતાઓ છે તેમાં મહારાષ્ટ્ર,મધ્યપ્રદેશ,રાજસ્થાન,છત્તીસગઢ વગેરેનો સમાવેશ થાય છે. આ રાજ્યોમાં આગામી બે દિવસમાં ભારે વરસાદ પડી શકે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.